નવા શૈક્ષણિક સત્રે સ્વાગત સંદેશ...

 

[30/05/2021, 14:19] Jayantibhai I Parmar: મારા વહાલાં અને શિક્ષણ રથના સાથી શિક્ષક મિત્રો તથા અન્ય કર્મચારી મિત્રો, 

ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,ની પ્રિન્સીપાલ ડેસ્ક પરથી આપ સૌને આજની સવારના નમસ્કાર, સુપ્રભાતમ્...🙏

મિત્રો, તારીખ 3.5.21 થી શરૂ થયેલું ઉનાળાનું વેકેશન એના અંતિમ ચરણમાં છે.અને એ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આપ સૌને આ વેકેશનનો લાભ મળ્યો એ આનંદની વાત હતી.કારણ કે આપ આ કોરોના મહામારીમાં બહાર નીકળવાથી અને કોરોનાના સંક્રમણથી આપને બચાવી શક્યા.આશા રાખું છું કે બધાં સાજા ભલા હશો અને આપના પરિવારમાં પણ સૌ હેમખેમ હશો.
મિત્રો એપ્રિલ અને મેમાં આ મહામારીએ જે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું એ જીંદગીમાં ક્યારેય નહીં ભૂલાય.વળી આ સમય ગાળામાં આપણાં સ્ટાફના ઘણાં મિત્રોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.આ તમામ પ્રત્યે સહાનુભૂતિ અને રંજ છે. 
મારે અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ તો સરકારી નિયમાનુસાર વેકેશનમાં પણ શાળામાં હાજરી આપવાની હતી. પરંતુ એકમેકના સહયોગ અને સહકારથી અમે પણ ઓફીસ ચાલું રાખી અને અમારી જાતને સંક્રમણથી બચાવી શક્યા છીએ. 
મિત્રો આ મહામારીના સમયમાં ઘણાં આયોજન વ્યવસ્થા અર્થે આપને શાળામાં બોલાવવા ધાર્યું હતું. પણ પછી આપની સલામતીનો વિચાર કરીને આપને બોલાવ્યા નહોતાં. 
પણ મિત્રો હવે જ્યારે શાળા શરૂ થવાની જ છે ત્યારે હું આપ સૌને એક નવાં જોમ અને જુસ્સા સાથે શાળામાં આવકારીશ.આપે પણ વેકેશન પહેલાં મીટીંગમાં મેં કરેલાં સૂચનને સાર્થક બનાવતાં, આ રજાઓનો આપના વ્યવસાયિક જ્ઞાનને વધારવા માટે તથા આપના વિષયને ઉત્કૃષ્ટ રીતે વર્ગ ખંડમાં ભણાવી શકાય એવી તૈયારી કરી હશે.મિત્રો વિદ્યાર્થીઓ આપણી મૂડી છે અને જે આવતીકાલના નાગરિકો છે તેમને આપણાં વિષયમાં નિપૂણ બનાવવાં એ આપણી મૂળભૂત અને નૈતિક ફરજ છે.અને આપ સૌ એ જ આદર્શ અને તૈયારી સાથે શાળામાં આવશો એવી આશા અને અપેક્ષા છે. પોત
[30/05/2021, 15:54] Jayantibhai I Parmar: મિત્રો, દુ:ખ એ વાતનું થાય છે કે વેકેશનમાં શિક્ષકો શાળાને સદંતર ભૂલી જતાં હોય છે. આચાર્ય અને ઑફિસ સ્ટાફ શું કરે છે એની પણ દરકાર કરતાં નથી. આ વખતે અપેક્ષિત નહોતું કે આપ અમને ઓછામાં ઓછું એક વાર મળવા આવો.પરંતુ આપ ફોન દ્વારા મળી શક્યાં હોત.અમારી અને શાળાની ખબર અંતર પૂછી શક્યાં હોત.એક માત્ર દિનેશભાઈએ મને બે વાર મેસેજ કરીને મારી અને મારા પરિવારની તબિયતની પૃચ્છા કરી હતી. બાકીનાને મેં સામેથી ફોન કે મેસેજ કર્યા પછી પણ આ પ્રકારનો વિવેક બતાવી શક્યાં નથી. 
ખેર, હવે પછીથી ધ્યાન રાખશોજી. આ શાળા ફક્ત મારી જ નથી. આપણે સૌ એના વિકાસ,પ્રગતિ અને જાળવણીના સરખાં હિસ્સેદાર છીએ. આપણાં હકોની સાથે જોડાયેલી ફરજોને કાંતો આપણે ભૂલી જઈએ છીએ કાંતો નજર અંદાજ કરીએ છીએ. જે યોગ્ય નથી.માટે નવા શૈક્ષણિક વર્ષથી આપણે સૌ ભેગાં મળીને મંડી પડીશું.એક નવા આવામ સાથે, એક નવાં પ્રકરણને ઉમેરવાં...જ્યુબિલીને ઝળહળતી અને જીવંત રાખવી એ આપણું કર્તવ્ય છે. મેં ઘણી વાર કહ્યું છે કે મિત્રો "મારે શું ?" ની ભાવના વિનાશ નોંતરશે અને "મારાપણાં "ની ભાવના વિકાસ કરાવશે.
[30/05/2021, 15:58] Jayantibhai I Parmar: આશા રાખીએ કે નવું શૈક્ષણિક સત્ર મહામારીથી મુક્ત થાય અને આપણે સૌ શિક્ષણના આ મહાયજ્ઞને પૂરાં જોમ,જુસ્સો અને જવાબદારી પૂર્વક નિષ્ઠાથી આગળ વધારીએ. નવાં શૈક્ષણિક સત્રની સૌને શુભેચ્છાઓ...
લિ. આપનો





Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...