યોગ દિવસની ઉજવણી...૨૧.૬.૨૧
યોગ દિવસની ઉજવણી
તા.21/06/2021 સોમવાર
આંતરાષ્ટ્રીય 2021 યોગ દિનની ઉજવણી ધી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન,સ્ટેશન રોડ,ઉમરેઠ
તા 21/06/2021ને સોમવારના રોજ ધી જ્યુબિલી ઇન્સ્ટિટયુશનના પટાંગણમાં શાળાના આચાર્યશ્રીના નેતૃત્વ હેઠળઆંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના મેદાનમાં આચાર્ય અને સ્ટાફ મિત્રો સાથે શાળાના પી.ટી.શિક્ષકશ્રી એમ.યુ.પટેલ ના માર્ગદર્શન પ્રમાણે વિવિધ આસનો કરવામાં આવ્યા હતા.યોગ દ્વારા સ્વાસ્થ સારું રહે ને રોગ દૂર થા,સારું જીવન,નિરોગી જીવન જીવવા મેટ દરેક વ્યક્તિએ વહેલી સવારે ને સાંજે 15 થી 30 મિનિટ કાઢવી જોઈએ.
આંતરાષ્ટ્રીય યોગના દિવસે શાળાના એન.એસ.એસ.વિભાગના કન્વીનર શ્રી એન.એચ.જાદવ સાહેબે પણ યોગ અને પ્રકૃતિના સંતાનોને કેવી રીતે બચાવવા ને દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકાય,સ્વાસ્થ્ય સારું રહે એ અંગે માહિતિ આપી હતી.
શાળાના આચાર્યશ્રી જે.આઇ.પરમાર સાહેબે શાળાના બંને શિક્ષકશ્રી એમ.યુ.પટેલ તથા શ્રી એન.એચ.જાદવ સાહેબ ને સ્ટાફ મિત્રોનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

























Comments
Post a Comment