જ્યુબિલી આવકારે છે...







ઉમરેઠ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ સંદેશ...

આપ સૌને મારા નમસ્કાર. 🙏

આપ સૌ જાણો છો અને પરિચિત છો એ મુજબ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટ સંચાલિત તમારા શાળાઓ છેલ્લાં 122 વર્ષથી મૂલ્ય નિષ્ઠ શિક્ષણ આપવામાં અગ્રેસર રહી છે.આજે પણ આ વિસ્તારની ખાનગી અને આત્મ નિર્ભર શાળાઓની સરખામણીમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત નીચેની શાળાઓમાં...

1. પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 4

2. પ્રાથમિક વિભાગ ધોરણ 5 થી 8

3. ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ધોરણ 9 થી 12

4. ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશન (ગર્લ્સ હાઈસ્કૂલ) ધોરણ 9 થી 12

...સરકારી નિયમો મુજબ નજીવી ફી લઈને ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે.શાળામાં ખૂબ જ અનુભવી અને ઉત્સાહી શિક્ષક ગણ છે.જે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. શાળાના પોતાના આધુનિક સગવડો ધરાવતાં મકાનો, વિશાળ મેદાન, કોમ્પ્યુટર બિલ્ડીંગ અને પ્રયોગ ખંડો છે. જ્યુબિલીનું નામ ચારે કોર શિક્ષણ માટે જ પ્રચલિત છે. ભણી ગણીને આગળ વધેલાં તથા ઊચ્ચ હોદ્દાએ પહોંચેલાં વિદ્યાર્થીઓનો વિશાળ વારસો છે. આ વિસ્તારના ત્રણ પેઢીના બાળકોનું શિક્ષણ હિત વિચારનાર જ્યુબિલી એક માત્ર સંસ્થા છે.

આવી આ સંસ્થા આપને આપના શિક્ષણને આગળ ધપાવવા આવકારે છે. આવો...અને પ્રવેશ કન્ફર્મ કરો.




Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...