ધોરણ 10માં ગણિતમાં બે પ્રકારના પ્રશ્નપત્રો આવશે...
*ધોરણ - ૧૦ માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત પ્રશ્ન પેપર બાબતના મુખ્ય બિંદુઓ*
* આ અમલ આ વર્ષ ૨૦૨૧-૨૨ થી જ થશે. એટલે કે માર્ચ, ૨૦૨૨ માં ગણિતના બે પ્રકારના પ્રશ્ન પેપર આવશે.
* ધોરણ ૧૦ નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ રહેશે.
* શાળાકક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ.
* વિદ્યાર્થીઓએ બોર્ડના ફોર્મ ભરતી વખતે ગણિત વિષયમાં *સ્ટાન્ડર્ડ ગણિત* અથવા *બેઝિક ગણિત* એમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
* બંનેના પ્રશ્ન પત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. જેમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર મુજબ ગુણભાર તેમજ હેતુઓ મુજબ ગુણભાર અલગ અલગ હશે. (જે ટુંક સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય થઈ જાણ કરવામાં આવશે)
* ધોરણ ૧૦ માં *સ્ટાન્ડર્ડ ગણિત* રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
* ધોરણ ૧૦ માં *બેઝિક ગણિત* રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવી શકશે નહીં.
* ધોરણ ૧૦ માં *બેઝિક ગણિત* માં પાસ થનાર વિદ્યાર્થી ધોરણ ૧૧, માં વિજ્ઞાન પ્રવાહ માં જવા માગતો હોય તો તેને જુલાઈ ની પૂરક પરીક્ષા *સ્ટાન્ડર્ડ ગણિત* ની પરીક્ષા પાસ કરી જઈ શકશે.
* ધોરણ ૧૦ માં *સ્ટાન્ડર્ડ ગણિત* માં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષા માં *બેઝિક ગણિત* ની પરીક્ષા આપી શકશે.
* શાળા કક્ષાએ બંને ગણિતની વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી સમજ આપી, વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે.....
Comments
Post a Comment