ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 100 % પરિણામ

ચાલુ સાલે કોરોના મહામારીના ભય અંતર્ગત માર્ચ 2021 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવી કે ના લેવી એવી લાંબી ગડમથલ બાદ આખરે બોર્ડ તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ પરીક્ષા માટે ફોર્મ ભરનાર તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું. બાદમાં આ અંગે બોર્ડ દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણો મુજબ આવા તમામ વિદ્યાર્થીઓનું પરિણામ ગાઈડ લાઈન અને નીતિનિયમો મુજબ તૈયાર કરવા માટે શાળાઓને આદેશ કરવામાં આવ્યો હતો.માસ પ્રમોશનમાં ધોરણ 10, 11 અને ધોરણ 12 ની પરીક્ષાઓમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કસ ને આધારે ધોરણ 12ના પરિણામ તૈયાર થયાં હતાં.

બાદમાં તારીખ 17.7.2021 ના રોજ વિદ્યાર્થીઓને શાળા મારફતે પ્રોવિઝનલ માર્કશીટ આપ્યા બાદ આજરોજ શાળા મારફત અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.

આમ શાળાનું પરિણામ 100 % આવ્યું હતું.કુલ 31 વિદ્યાર્થીઓમાંથી  ....એમના પરિણામનું પૃથક્કરણ નીચે મુજબ છે.

માસ પ્રમોશન ઉપરાંત કોરોના મહામારી હોવા છતાં આ પરિણામમાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત પરિણામની ટકાવારી ઊંચી જોવાં મળે હતી.ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ વતી  ચેરમેનશ્રી દીપકભાઈ દવે, મંત્રીશ્રી રશ્મિનભાઈ શાહે તથા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બૉયઝ્ હાઈસ્કૂલ)ના આચાર્ય શ્રી જયંતીભાઈ પરમારે અભિનંદન પાઠવીને એમના ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.તેમજ વિજ્ઞાન પ્રવાહના તમામ શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.


Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...