75 મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી...15.8.2021
ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૧૫.૮.૨૦૨૧ ના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે શાળાના પટાંગણમાં દેશનો ૭૫ મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓના તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ્ હાઈસ્કૂલ) ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિજ્ઞાન પ્રવાહના નિવૃત્ત થતાં શિક્ષક અને શાળાના ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્ય શ્રી રમેશભાઈ એમ.પટેલ, મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટના ચેરમેન તથા સમારંભના પ્રમુખ શ્રી દીપકભાઈ કે.દવે તથા તેમના શાળાના ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન દવે ઉપસ્થિત રહ્યાં હતાં. બાદમાં આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી આર.એમ.પટેલના વરદ્ હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ સમારંભના પ્રમુખ તરીકે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. નિશ્ચિત કરેલાં સમય અને કાર્ય સુચિ પ્રમાણે રાષ્ટ્રઘ્વજને આન બાન અને શાનથી સલામી આપવામાં આવી હતી.
ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશન વિભાગની વિદ્યાર્થીનિ બહેનો દ્ધારા પ્રાર્થના કરાવ્યાં બાદ, સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારે કરાવ્યા હતાં. ત્યારબાદ મંચ પર બિરાજમાન મહાનુભાવો પૈકી ચેરમેનશ્રી તથા સમારંભના પ્રમુખ શ્રી દીપકભાઈ દવે સાહેબનું ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી બળવંતભાઈ ભોઈએ, મુખ્ય મહેમાન શ્રી આર.એમ.પટેલ સાહેબનું શ્રી દીપકભાઈ દવેએ, ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેનનું ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન પરમારે, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારનું ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી હેમંતભાઈ શાહે અને ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન કે.પરમારનું ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી શીલાબેન રજવાડી દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના ઉત્સાહી વ્યાયામ શિક્ષક શ્રી દક્ષેશભાઈ એમ. પટેલની રાહબરી,આયોજન અને સૂચનો મુજબ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના પ્રાંગણમાં આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી આર.એમ.પટેલના હસ્તે ભારતના ગૌરવવંતા ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને ઝંડા ગીત ગાયું હતું.
બાદમાં પ્રસંગોચિત પ્રવચનમાં મુખ્ય મહેમાન શ્રી આર.એમ.પટેલે વિદ્યાર્થીઓને જૈવિક અને પર્યાવરણની રક્ષાના ત્રિવિધ ઉપાયો બતાવીને પણ દેશ ભકિત દર્શાવી શકાય એવી શીખ અને પ્રેરણા આપી હતી.
અંતમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન કે પરમારે આભાર વિધી કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગેની શિક્ષક શ્રી મૌલિકભાઈ પટેલે અને સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ વ્યવસ્થા ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનની રાહબરી હેઠળ તમામ શાળાના શિક્ષકશ્રીઓ અને સેવકભાઈઓ થકી શક્ય બન્યું હતું. અંતે ટ્રસ્ટ અને શાળા પરિવાર તરફથી દરેકને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શ્રી આર.એમ.પટેલ દ્રારા તમામને ચોકલેટથી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.




















































સરસ.અભિનંદન...
ReplyDeleteખૂબજ આત્મીયતા અને સંવેદનાઓથી ભરપૂર ઉજવણી બદલ અંભિનંદન.
Delete