સુપરવાઈઝરશ્રી તરફથી પુસ્તકની ભેટ

ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના સુપરવાઈઝરશ્રી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉત્સાહી અને ખંતીલા અંગ્રેજી શિક્ષક શ્રી કિરણભાઈ પટેલિયાએ ગયા વર્ષે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી હતી.એ અંતર્ગત ધોરણ 11માં સામાન્ય પ્રવાહમાં વાર્ષિક પરીક્ષામાં એક થી દસ નંબર મેળવીને ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને વિધ્યાભ્યાસમાં ઉપયોગી નીવડે એવી કોઈ બક્ષિસ આપવાનું જાહેર કર્યું હતું.

આ યોજના અંતર્ગત આજે એમણે આ તમામ વિદ્યાર્થીઓને 280 રૂપિયાની MRP ધરાવતું અંગ્રેજી વ્યાકરણનું એક સરસ મજાનું પુસ્તક ભેટ આપ્યું હતું. આ કિંમતી ભેટ મેળવીને વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતાં. તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળી હતી.

શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે શ્રી કિરણભાઈની આ રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવતાં એમનો આભાર માની અભિનંદન પાઠવ્યાં હતાં અને વિદ્યાર્થીઓને આ પુસ્તકનો સદઉપયોગ કરવાની શિખામણ આપી હતી.

















Comments

  1. ખૂબ સરસ કિરણભાઈ...
    આભાર સહ અભિનંદન. 👍🌹

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...