તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં શાળાનું પ્રદર્શન...
તારીખ 26.8.21, આજરોજ ઉમરેઠ એસ વી એસ અને ઉમરેઠ તાલુકા કક્ષાના આગમ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )માં નીચેના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને પૂર તૈયારીઓ સાથે ભાગ લીધો હતો.સમગ્ર સ્પર્ધાઓની તૈયારીઓથી માંડીને એના આયોજનની તૈયારીઓ આ મહોત્સવના કન્વીનર શ્રીમતી જયાબેન એન પટેલે સંભાળી હતી.એમના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત સ્પર્ધાઓમાં કુલ 6 અને સમૂહગીતના કુલ વિદ્યાર્થીઓ મળીને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ તમામ વિદ્યાર્થીઓના પ્રદર્શન સરસ અને શાનદાર રહ્યાં હતાં. સંજોગોવસાત આમાંથી કોઈ પણ વિદ્યાર્થી
શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે તમામ સ્પર્ધકોને અભિનંદન અને આશ્વાસન પૂરાં પાડ્યાં હતાં.તથા આ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરાં પાડવા બદલ કન્વીનરશ્રીનો આભાર માન્યો હતો.
આ સ્પર્ધાઓમાંથી કલા વિભાગ/ખુલ્લો વિભાગમાં સર્જનાત્મક કામગીરીમાં પુવાર દિવ્યરાજસિંહ બળવંતસિંહનો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર
અને
સાંસ્કૃતિક વિભાગ/ખુલ્લો વિભાગમાં ભજન સ્પર્ધામાં વણઝારા જોરાભાઈ ધનાભાઈનો તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર આવેલ છે.






Comments
Post a Comment