ફિટ ઈન્ડિયા કિવઝમાં ભાગ લેવા અંગે...

શ્રીમાન,

 

એ બાબત સુવિદિત છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ 29/08/2019 ના રોજ ભારતના નાગરિકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના "हम फिट तो भारत फिट" ના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતના દરેક જિલ્લાતાલુકાશહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓ અને ઝુંબેશની યોજના બનાવી છે. આ યોજનામાં ફિટ ઇન્ડિયા થીમ વિષયક અભિયાન-“फिटनेस का डोज़ - आधा घंटा रोज़"ફીટ ઈન્ડિયા સ્કુલ ક્વિઝનો (સપ્ટેમ્બર ૨૦૨૧) સમાવેશ કરવામાં આવ્યો છે. છે. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ છે જે શાળાઓ અને વિદ્યાર્થીઓને કુલ મળીને  રૂ .3.25 કરોડનું રોકડ પુરસ્કાર આપશે.

ફિટ ઇન્ડિયા ક્વિઝના ચાર રાઉન્ડમાં યોજવામાં આવશે:

  • શાળા રાઉન્ડ: પ્રારંભિક રાઉન્ડ માટે વિદ્યાર્થીઓની નોંધણી શાળા દ્વારા હાથ ધરવામાં આવશે. (રજીસ્ટ્રેશન ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી - મિનિમમ ૨ વિદ્યાર્થી/શાળા - Rs.૨૫૦/- રજીસ્ટ્રેશન ફી/વિદ્યાર્થી - રજીસ્ટ્રેશન લિંક https://fitindia.gov.in).
  • પ્રારંભિક રાઉન્ડ: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા 13 ભાષાઓમાંમલ્ટિપલ ચોઈસ દ્વારા ઓનલાઇન લેવામાં આવશે. (૨૯ ઓક્ટોબેર ૨૦૨૧ થી - ૪૫ મિનિટ/૭૫ MCQ સવાલ)
  • રાજ્ય રાઉન્ડ: પ્રારંભિક રાઉન્ડ પછી ક્વોલિફાઇ થયેલ સ્કૂલોમાં ફિટ ઇન્ડિયા મિશન થકી દરેક રાજ્ય / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવશે. (૧ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી)
  • રાષ્ટ્રીય રાઉન્ડ: અંતિમ રાઉન્ડ જેમાં દરેક રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની વિજેતા ટીમ ભાગ લેશે. (જાન્યુઆરી / ફેબ્રુઆરી ૨૦૨૨)

    ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નોડલ ઓફિસરગુજરાત રાજ્ય તરીકેફિટ ઇન્ડિયા અભિયાનમાં આપના થકી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે હું આપના સમર્થન અને જરૂરી કાર્યવાહી માટે અપિલ કરું છુ. વધારે માહિતી માટે Fit India Mission, Ministry of Youth Affairs and Sports, Government of India નો તા.૧૨/૦૮/૨૦૨૧ના પત્રક્રમાંક: F.No. 19-1/FIT INDIA/QUIZ/2020 બિડાણસહ આ સાથે મોકલી આપવામાં આવેલ છે.



Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...