ઈનામ વિતરણ (શિક્ષક દિન ઉજવણી)

          શાળામાં ઉજવાયેલ શિક્ષક દિન ઉજવણી અંતર્ગત વિજેતા બનેલ શિક્ષકો અને ભાગ લેનાર તમામને આશ્વાસન ઈનામ આપવાનો એક નાનો કાર્યક્રમ તા.15.9.21 ના રોજ પ્રાર્થના સભામાં રાખવામાં આવ્યો હતો.જેનું સમગ્ર સંચાલન શાળાના સુપરવાઈઝર શ્રી કિરણભાઈ પટેલિયાએ શ્રીમતી જયાબેન અને શ્રી ડાહ્યાભાઈની સહાયથી ખૂબ જ શાનદાર રીતે કર્યું હતું.આ કાર્યક્રમમાં શિક્ષક દિને આચાર્યથી માંડીને સેવકભાઈઓ સુધીની ફરજો અદા કરનાર સૌ વિદ્યાર્થીઓનું આશ્વાસન ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.કુલ 55 વિદ્યાર્થીઓએ આ ઈનામ મેળવ્યું હતું.આ ઉપરાંત શાળાના ત્રણ અલગ વિભાગો પૈકી માધ્યમિક વિભાગમાંથી બે, ઉચ્ચતર માધ્યમિક વિભાગ( વિજ્ઞાન પ્રવાહ)માંથી બે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ( સામાન્ય પ્રવાહ)માંથી બે એમ મળી કુલ છ વિજેતા શિક્ષકોને ખાસ ઈનામોથી સન્માનવામાં આવ્યા હતાં.

          આ પ્રસંગે શાળાના માધ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષક શ્રી પ્રમોદભાઈ જે.પરમાર દ્વારા વિજેતા શિક્ષકોને એમનાં તરફથી ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.













વિજેતા બનેલ શિક્ષકોના નામ આ મુજબ છે...

● માધ્યમિક વિભાગ 

1. કૃષિક દિનેશભાઈ રાણા ધોરણ (10 અ)

2. ધ્રુવ અલ્પેશકુમાર લીમ્બાચીયા (ધોરણ 9 અ)

● ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ 

1. કુલદિપ રાજેન્દ્રસિંહ પુવાર (ધો-૧૨-અ) નામાના મૂળતત્વો

2. રોહન ચંદ્રકાંત રોહિત (ધો-૧૨-અ) સંસ્કૃત 

● ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ 

1. રાજલ હિરેનસિંહ પરમાર (ધોરણ 11 બ) રસાયણ વિજ્ઞાન 

2. દિશા અજીતસિંહ પુવાર (ધોરણ 11 બ) જીવ વિજ્ઞાન 















































શિક્ષકાનું સન્માન કરતાં કન્વીનર શ્રીમતી જયાબેન 









       
         દ્વિતીય વિજેતા ધ્રુવનું સન્માન શ્રી આર.એમ.પટેલ કરે છે










ઉપાચાર્ય સુનિલનું સન્માન આચાર્યશ્રીના હસ્તે


વિજેતા(માધ્યમિક વિભાગ) કૃષિકનું સન્માન કરતાં સુપરવાઈઝર શ્રી કિરણભાઈ



   સુપરવાઈઝર અને વિજેતાનું શ્રી બામણિયા સરને હસ્તે સન્માન 


આચાર્ય આઝાદનું સન્માન કરતાં આચાર્યશ્રી


           ક્લાર્ક બનેલ પાર્થનું સન્માન કરતાં બામણિયા સાહેબ


કાર્યક્રમનું સંચાલન કરતાં શ્રી કિરણભાઈ પટેલિયા


ફોટોગ્રાફ્સ - શ્રી કમલેશભાઈ બી. ગાંવિત 


- સંકલન અને રજૂઆત  -
આચાર્યશ્રી
જયંતીભાઈ આઈ.પરમાર 



Comments

Popular posts from this blog

NSS ની એકદિવસીય શિબિર...

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM