એઈડ્સ અવેરનેસ પ્રોગ્રામ...
આજરોજ શાળામાં "ખેડા સોશ્યલ સર્વિસ સોસાયટી" ના પણસોરા એકમ અને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ) ઉમરેઠના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે સામાજિક જાગૃતિના ભાગ રૂપે ધોરણ 10, 11 અને ધોરણ 12 ના ભાઈઓ તથા બહેનો માટે એઈડ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિત સંસ્થાના શ્રીમતી ભાનુબેન તથા શ્રીમતી સુનિતાબેને તમામ વિદ્યાથીઓને તથા તમામ વિદ્યાર્થીનિઓને અલગ અલગ બેચમાં એમની આગવી શૈલીમાં એઈડ્સ રોગ અને એચ.આઈ વી.વાયરસની માહીતી આપીને એનાથી બચવાના ઉપાયો વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.અને તમામ વિદ્યાથીઓને વિષયને લગતાં જાણકારીદર્શક પેમ્પલેટ્સ પણ આપવામાં આવ્યાં હતાં.
શાળા તરફથી એમનો આવકાર અને સ્વાગત શ્રીમતી જયાબેન એન. પટેલ, શ્રી ડાહ્યાભાઈ એસ.રોહિત, શ્રી દિલીપભાઈ વી.પટેલ, શ્રી સિંધુભાઈ એમ.પટેલ અને આભાર વિધિ શ્રી વસંતભાઈ બી ભરવાડે કરી હતી.
શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ પરમાર અને એન. એસ. એસ. ઑફિસર શ્રી નયનભાઈ જાદવ દ્વારા સંસ્થા અને બેનોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.






















Comments
Post a Comment