આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ખાતે સરકારશ્રીના આદેશ મુજબ તા. 10.10.21 થી તા. 23.10.21 સુધી "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
જે અંતર્ગત પ્રથમ શાળા કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રમાણે નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય ગાન અને ચિત્ર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.તેમાં 53 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.પ્રથમ નંબરના વિજેતાઓને QDC લેવલની સ્પર્ધાઓ માટે તા. 11.10.21ના રોજ થામણા મુકામે શાળાના શિક્ષકશ્રીઓ શ્રીમતી જે.એન.પટેલ અને શ્રી કે.બી.ગાંવિત લઈ ગયા હતાં. જ્યાં પંડ્યા દિવ્યતા મનુભાઈનો ચિત્રકલા સ્પર્ધામાં અને વણઝારા જોરાભાઈ ધનાભાઈનો કાવ્ય ગાન સ્પર્ધામાં પ્રથમ નંબર આવતાં એસ વી એસ/તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માટે લાયક બન્યા હતાં.
બાદમાં તારીખ 16.10.21 ના રોજ યોજાયેલ સ્પર્ધાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની પંડ્યા દિવ્યતા મનુભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં, જીલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે ક્વોલીફાઈ થઈ હતી.
આ ઉપરાંત પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ હોવાથી પસંદગીના વિધાર્થીઓને પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિષે તથા સ્વચ્છતા વિષે શ્રી ડી.સી.રોહિત દ્વારા માહિતગાર કરીને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.ઉપરાંત ગામ સફાઈ ને બદલે શાળા સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.અંતે શાળાના જળસ્ત્રોની સફાઈ પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ શાળાની સાંસ્કૃતિક સમિતિ તથા એન.એસ.એસ.વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયા હતાં.તમામ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ શાળાના આચાર્યની દેખરેખ અને દોરવણી હેઠળ કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર સર્વને શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
Congratulations sir and all participants
ReplyDelete