No Plastic please...

પ્લાસ્ટિક આપણા જીવનમાં એટલું વણાઈ ગયું છે કે આજના સમયમાં એને જુદું કરવું લગભગ અશક્ય છે. પાણીની બોટલોથી લઇ ઘર વપરાશની લગભગ બધીજ આઇટમો પ્લાસ્ટિકની બની ગઈ છે. 

વિદેશોમાં તો રીતસર પ્લાસ્ટિકના ઉપયોગ પર રિસર્ચ થતાં રહે છે અને એમના રિપોર્ટ્સ પણ પ્રકાશિત થાય છે. એટલુંજ નહીં ઘણીબધી જગ્યાએ તો લોકોને પ્લાસ્ટિકની વસ્તુઓ કયા સંજોગોમાં  કેવી રીતે વાપરવી એના ક્લાસ લેવાય છે અને લોકો, ખાસ કરી ગૃહિણીઓ, પૈસા ભરી આ ક્લાસીસ કરે છે. ભારતમાં ક્યાંક આવું થાય છે કે નહીં એની મને ખબર નથી.

પ્લાસ્ટિક ઘણા બધા કેમીકલોના મિશ્રણથી બને છે. પ્લાસ્ટિકના બનેલા કોઈ વાસણ, કપ, ગ્લાસમાં અગર કોઈ ખાવા, પીવાની વસ્તુ ગરમ કરવામાં આવે, ખાસ કરી માઇક્રોમાં તો એમાં રહેલાં કેમીકલો પીઘળીને આપણી ખાવા, પીવાની વાનગીઓમાં મિક્સ થાય છે. આ કેમિકલના પાર્ટિકલ્સ આપણા શરીરમાં જઈને લાંબે ગળે અલગ, અલગ પ્રકારના કેન્સરની બીમારીઓ કરે છે છે આ વાત ઈન્વાઇરોમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી નામક એક જર્નલમાં પ્રકાશિત લેખમાં કરવામાં આવી છે. આ લેખમાં એ પણ જણાવાયું છે કે આની સૌથી મોટી અને ખરાબ અસર મહિલાઓ અને નાના બાળકો પર થાય છે. ખાસ કરી ગર્ભવતી મહિલાઓ પર અને જન્મનાર બાળકો પર વિપરીત અસર થાય છે. પ્લાસ્ટિકના ગ્લાસ કે કપમાં કોઈ પણ ગરમ પદાર્થ પીવું હિતાવહ નથી.

ઉપર જણાવેલ જર્નલના લેખમાં પ્લાસ્ટિકના આવા વપરાશથી પ્રોસ્ટેટનું, બ્રેસ્ટ કેન્સર અને લિવરનું કેન્સર થવાના ચાન્સીસ વધારે હોય છે.

દોસ્તો, શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુઓમાં ગરમ ખાવા, પીવાનું ટાળશો. પ્લાસ્ટિકના વાસણોમાં ખાવા, પીવાનું રાખી માઇક્રોમાં ગરમ તો હરગીઝ કરશો નહીં.

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...