શાળાનું જીલ્લા કક્ષાએ ગૌરવ વધારતો વિદ્યાર્થી......
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ, આવડત અને કૌશલ્યને બહાર લાવવાના હેતુથી દર વર્ષે યોજાતાં યુવા મહોત્સવની વિવિધ સ્પર્ધાઓના શાળા કક્ષાએથી શરૂ કરીને રાષ્ટ્ર સુધીના વિવિધ તબક્કાઓ હોય છે.જેમાં વિદ્યાર્થીઓએ એક પછી એક તબક્કે પોતાનું કૌશલ્ય બતાવીને આગળ વધવાનું હોય છે.
ચાલુ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં આ સ્પર્ધાઓની પ્રથમ શરૂઆત શાળા કક્ષાએ થઈ હતી.જેમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ), ઉમરેઠના ધોરણ 12 માં ભણતાં વિદ્યાર્થી દિવ્યરાજસિંહ બળવંતસિંહ પુવારે સર્જનાત્મક કામગીરીમાં વિભાગ બમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ એન્ટ્રી મેળવી હતી.બાદમાં તાલુકા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તા 8.10.21 ના રોજ વિધ્યાનગર ફાઈન આર્ટસ કોલેજ ખાતે ભાગ લઈ, આઠ તાલુકાની આઠ એન્ટ્રી પૈકી, શ્રેષ્ઠ પ્રદર્શન જારી રાખતાં, જીલ્લા કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવી પોતાની વિજય યાત્રા ચાલુ રાખી હતી.
આમ જીલ્લાના હજારો યુવાનોનું પ્રતિનિધિત્વ કરતાં આગામી સમયમાં પ્રાદેશિક અથવા રાજ્ય કક્ષાએ એન્ટ્રી મેળવી દીધેલ છે.
ઉલ્લેખનીય છે કે આજના સમયમાં યુવાનો પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ અને ગેમીંગ પાછળ વ્યય કરતાં રહે છે ત્યારે દિવ્યરાજસિંહે પોતાના સમય-શક્તિને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળી અને આ સ્પર્ધામાં પ્રાદેશિક કક્ષાએ પહોંચી પોતાના ઘર કુટુંબ સહિત શાળા પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.
શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારે દિવ્યરાજસિંહની આ સિદ્ધિ બદલ એને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યાં છે.
Comments
Post a Comment