માસિક ધર્મ જાગૃતિ શિબિર અને સમયાંતરે કીટ વિતરણ...

          શ્રી સરસ્વતી કેળવણી મંડળ, સૈયદપૂરા - અજરપૂરાના "આઝાદી પ્રોજેક્ટ" અંતર્ગત તથા શાળાના એન. એસ. એસ. યુનિટના સહયોગથી તા 2.9.2021 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ) ખાતે શાળાની વિધ્યાર્થીનિઓ માટે માસિક ચક્ર વિષે જાગૃતિ અને માર્ગદર્શન અંગે એક શિબિર તથા સેનેટરી નેપકીન કીટનો વિતરણ સમારંભ યોજાયો હતો.

        આ પ્રસંગે શ્રી સરસ્વતી કેળવણી મંડળના પ્રમુખશ્રી હર્ષકુમાર એ.પટેલ, મંત્રીશ્રી દિવ્યેશભાઈ પટેલ, શ્રી એચ.ડી.પટેલ હાઈસ્કૂલના આચાર્યશ્રી હર્ષદભાઈ પટેલ, મૈત્રી વિધ્યાલય,રામનગરના આચાર્યશ્રી સંદીપભાઈ પટેલ, એચ.એમ.દવે હાઈસ્કૂલના આચાર્યશ્રી હિતેન્દ્રસિંહ અને યજમાન  શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારની ઉપસ્થિતિમાં શાળાના જીવ વિજ્ઞાનના શિક્ષક શ્રી વસંતભાઈ બી.ભરવાડ તથા શ્રીમતી જયાબેન એન.પટેલે વિધ્યાર્થીનિઓને સરળ ભાષામાં માર્ગદર્શન પુરું પાડ્યું હતું.શિબિર બાદ તમામ વિધ્યાર્થીનિઓને સેનેટરી નેપકીનની કીટ આપવામાં આવી હતી.અને આ જ પ્રકારની કીટ દર મહિને આપવાની જાહેરાત કરી હતી.ઉપસ્થિત સૌ મહેમાનોનું એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસરશ્રી એન.એચ.જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.

          યજમાન શાળા વતી દાતા સ્કૂલ સહિત,આ પ્રોજેક્ટના પ્રેરણામૂર્તિ તેમજ ચલાવનાર સૌનો આભાર શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયાએ પ્રવૃત્તિને બિરદાવતાં આભાર વ્યક્ત કર્યો હતો.























તારીખ 7.12.21 ના રોજ કીટ વિતરણ 



તારીખ 16.2.22 ના રોજ કીટ વિતરણ 



તારીખ 14.3.22 ના રોજ કીટ વિતરણ 




તારીખ 8.4.22 ના રોજ કીટ વિતરણ 




તારીખ 27.6.22 ના રોજ કીટ વિતરણ 


તારીખ 27.8.22














Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...