એન.એસ.એસ.પ્રેરિત ડેન્ગ્યુ અટકાવ ઝુંબેશ
ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલાં વ્યાપક વરસાદને પગલે ઉમરેઠ અને આસપાસના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો જેવાં કે ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગોએ દેખો દેતાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ના એન.એસ.એસ. વિભાગ પ્રેરિત ડેન્ગ્યુ અટકાવ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.એચ.જાદવે નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો સંપર્ક કરીને ડૉક્ટરશ્રીને વાત કરતાં એમણે આશા વર્કરોની ત્રણ ટીમને વારાફરતી શાળામાં મોકલીને દરેક વર્ગમાં ડેન્ગ્યુ અટકાવવાં માટેના સાવચેતીના પગલાં લેવાં અંગે માર્ગદર્શન અને માહિતી પૂરાં પાડ્યાં હતાં.એમણે એક ફોર્મ વિધાર્થીઓ પાસે ભરાવીને મચ્છરના ઉપદ્રવ અંગે સર્વે પણ કર્યો હતો.આ કાર્યક્રમની વિધાર્થીઓ તથા સ્ટાફમાં હકારાત્મક અસર પડી હતી.
શાળા પરિવાર વતી તમામ આશા વર્કરોનો આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે આભાર માન્યો હતો.
Comments
Post a Comment