મોટિવેશન અને કેરીયર કાઉન્સિલીંગ
તારીખ 4.12.21 ને શનિવાર ના રોજ અમારી શાળા ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ખાતે વિદ્યાર્થીઓના અભિપ્રેરણ માટે એક કલાકનો મોટીવેશ્નલ અને કેરીયર કાઉન્સિલીંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહત્વનું યોગદાન શાળાના આચાર્યશ્રી જે.આઇ. પરમાર નું હતું. તેઓએ યોગ્ય સમય નો બચાવ કરીને આ સરસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ દિવસે શાળાના 18 પૈકી 13 શિક્ષકોને ચૂંટણી ફરજ અંંગે મીટિંગમાં હાજરી આપવાની હોવાથી એક સાથે બધા વિદ્યાર્થીઓને સંંભાળી અને સાચવી શકાય એ હેતુથી ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યાં હતાં. બધા જ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયાં હતાં.
વિદ્યાર્થીઓના જીવનમાં પ્રેરણા નું ખૂબ મહત્વ છે. જેથી અમારી શાળાના આચાર્યશ્રીએ આણંદ ની J.M.T.C સંસ્થામાંથી બે અતિથિઓને બોલાવ્યા હતા. શાળાના ઉત્સાહિક શિક્ષિકા શ્રીમતી જયાબેને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન શ્રી કે.કે.પટેલ તથા આરતીબેન પધાર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું.
ત્યારબાદ ડૉ.કે.કે.પટેલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રેરણા નું મહત્વ સમજાવ્યું હતું.તેઓએ પોતાના જીવનની પ્રગતિથી વિદ્યાર્થીઓ ને પ્રેરણા નું મહત્વ સમજાવ્યું. આપણા જીવનમાં પણ પ્રેરણા ની ખૂબ જરૂર છે. જો કોઈ વિદ્યાર્થી સારા માર્કસ મેળવતો હોય પરંતુ તેને યોગ્ય માર્ગદર્શન ન મળે તો તે વધુ માર્કસ મેળવવા પ્રેરાતો નથી. તેથી અમારી શાળા ના ઉત્સાહી આચાર્યશ્રીએ આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
શ્રીમતી આરતીબેને જયપાલે એમની આકર્ષક શૈલીમાં કેરીયર કાઉન્સિલીંગ કરતાં ટૂંકા પણ પ્રભાવશાળી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે વિચારતાં કરી દીધાં હતાં.
અંતમાં શાળાના આચાર્યશ્રીએ મહેમાનોનો આભાર માન્યો હતો.
Comments
Post a Comment