પર્યાવરણ જાગૃતિ અને ઓર્ગનિક ખેતી અંગે માર્ગદર્શન સેમિનાર...

     તારીખ 11/12/2021ને શનિવારના રોજ અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ખાતે  NSS  વિભાગના ઉપક્રમે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના મોટા ભાગના શિક્ષકો ચૂંટણી ફરજ પર હોવાથી વિધાર્થીઓનો સમય ન બગડે અને વિધાર્થીઓ કંઈક નવું શીખે એ આશયથી શાળાના આચાર્યશ્રી દ્વારા શ્રી ફ્રાન્સિસભાઈ મેકવાનને એક તજજ્ઞ તરીકે સેેમિનાર માટે આમંત્રણ આપ્યું હતું.
     શ્રી ફ્રાન્સિસભાઈ ભારતની પ્રસિદ્ધ સંસ્થા એન.ડી.ડી.બી.માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનું તથા કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધનો અને એમાંય ખાસ કરીને જૈવિક ખેતી ક્ષેત્રે અકલ્પનીય અને અદભૂત કાર્ય કરી રહ્યાં છે.
     એમનાં સેમિનારમાં એમણે પર્યાવરણ જાગૃતિ ઉપરાંત જૈવિક ખેતી વિષે સુંદર પ્રેઝન્ટેશન કરીને વિધાર્થીઓ તથા શિક્ષકોને અભિભૂત કરી દીધાં હતાં. આ ઉપરાંત એમણે જીવન જરૂરિયાત માટે હવા, ખોરાક અને પાણી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં. 
     આ કાર્યક્રમ અંત્યત સફળ રહ્યો હતો. આ માટે મહત્વનું યોગદાન શાળાના આચાર્યશ્રી જે.આઇ. પરમારનું હતું. તેઓએ ફરી એકવાર યોગ્ય સમયનો સદુપયોગ અને બચાવ કરીને આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
     આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના શિક્ષિકા શ્રીમતી જયાબેને મહેમાનનો પરિચય કરાવ્યો ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રી ફ્રાન્સિસભાઈ મેકવાનનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કર્યું હતુ.
     બાદમાંશ્રી ફ્રાન્સિસભાઈ મેકવાને વિદ્યાર્થીઓને ઓવરહેડ પ્રોજેક્ટરની મદદથી દિવાલ પર વિડિયો દ્વારા સજીવ ખેતી અને પાણી બચાવોનું મહત્વ સમજાવ્યું હતું અને વિવિધ શાકભાજીના મહત્વ અંગે સમજાવ્યું હતું. અમારી સ્કૂલમાં મોટા ભાગે ખેડૂત વિદ્યાર્થીઓ હોવાથી તમામ વિદ્યાર્થીઓએ રસપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.તેઓએ વિદ્યાર્થીઓને તેમના ખેતરમાં રાસાયણિક ખાતરનો નહિ પણ છાણીયા ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ શ્રી ફ્રાન્સિસભાઈ મેકવાને વિવિધ રોગોના પણ વિવિધ ઉપાયો જૈવિક ખોરાક થકી દૂર કરી શકાય એ અંગેના પ્રયોગો અને ઉદાહરણો પણ વિદ્યાર્થીઓને બતાવ્યા હતાં.
     આમ આ સમગ્ર સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થયો હતો.અંતમાં શાળાના NSS યુનિટના કન્વીનર શ્રી એન.એચ.જાદવે મહેમાનશ્રીનો શાળા પરિવાર, વતી આભાર માન્યો હતો.છેલ્લે સૌ ગ્રુપ ફોટો લઈને છૂટા પડ્યા.
     સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન શ્રીમતી જે.એન.પટેલે કર્યું હતું.





























ફોટોગ્રાફી - આઝાદ તળપદા
અહેવાલ લેખન - દિવ્યરાજસિંહ પુવાર

સંકલન અને રજૂઆત...

આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર 

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...