સવિશેષ સ્વૈચ્છિક સમયદાન શૈક્ષણિક કાર્યક્રમ...
સરકારશ્રીની સૂચના અને આદેશ અનુસાર તારીખ 13.12.2021 ના જી.આર.સંદર્ભે આવતીકાલથી આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સવારે 10.00 થી 10.50 સુધી ખાસ શૈક્ષણિક વર્ગો શરૂ કરી રહ્યાં છીએ.એનું સમયપત્રક આ સાથે સામેલ છે.સૌ વિધાર્થીઓએ આ વર્ગોમાં નિયમિત આવવું અને શૈક્ષણિક કાર્ય કરવું.વિદ્યાર્થીઓએ નિયમિત આવીને, કંઈક શૈક્ષણિક જ્ઞાન મેળવવાં પ્રયત્નો કરવાં અને જાતને પ્રોત્સાહિત કરવી.
જે તે વર્ગના વિદ્યાર્થીઓની હાજરી લેવાશે અને વિધાર્થીઓની હાજરીનો રેકર્ડ જે તે વિષય શિક્ષક પોતાની પાસે રાખશે અને જ્યારે હાજરી અંગેના ગુણ ઉમેરવાના આવશે ત્યારે આ હાજરી જોવામાં આવશે.તથા વિધાર્થીઓએ જે તે વર્ગમાં શું શૈક્ષણિક કાર્ય કર્યું એની નોંધ પણ દૈનિક નોંધપોથીમાં રાખવાની રહેશે.
આ વર્ગોમાં ઉપસ્થિત નહીં રહેનાર વિધાર્થીઓ પર સરકારશ્રીના નિયમો અને આદેશો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Comments
Post a Comment