રાજ્ય કક્ષાએ પહોંચનાર દિવ્યરાજસિંહના અનુભવો...
તારીખ 25/12/2021 ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના કમિશ્નર શ્રી તથા યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર ના ઉપક્રમે શ્રીમતી એસ. કે.મહેતા. હાઇસ્કૂલ, જગાણાના સહયોગથી જિલ્લા રમત ગમત કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત ઉત્તર ગુજરાત રાજ્ય કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં મે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ તાલુકા તથા જિલ્લા ની સ્પર્ધાઓ માં સફળ થયા પછી હું રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પાલનપુર ખાતે ગયો હતો. જ્યાં 10 જિલ્લા ના 387 સ્પર્ધકો આવ્યા હતા.આ ઉત્સવ માં 60 જેટલા કલા,સાહિત્યના તજજ્ઞો એ સેવા આપી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી એ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ કરીને કરી હતી.તથા એસ.કે.મહેતા હાઈસ્કૂલ, જગાણાના પ્રિન્સીપાલ શ્રી કરસનભાઈ જરમોલે આભારવિધી કરી હતી. જિલ્લા રમતગમતની કચેરી બનાસકાંઠાના સમગ્ર સ્ટાફ હાઈસ્કૂલ, જગાણાના સમગ્ર સ્ટાફે તેમજ વ્યાયામ શિક્ષક હરેશભાઈ એ ભારે જહેમત ઉઠાવીને પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવને સફળ બનાવ્યો હતો. તેમાં સૌ પ્રથમ સવારે 11 વાગ્યે સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ હતી. તે પહેલાં સૌ સ્પર્ધકો ને ભોજન વિધિ કરાવી હતી.મારા માટે આ દિવસ ખાસ હતો. ત્યાં વિવિધ નિરીક્ષકો વિવિધ સ્પર્ધાઓનું નિરીક્ષણ કરતા હતા.મે મારી સર્જનાત્મક પ્રવૃત્તિ ને ખૂબ ઉત્સાહ થી નિહાળી હતી. સાંજે પાછા વળતાં અમે રુદ્ર મહાલય તથા બિંદુ સરોવર અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર જેવા પ્રાચીન સ્થળો ની મુલાકાત લીધી હતી. અમારી શાળાના આચાર્ય શ્રી જયંતિભાઈ તથા શ્રી કમલેશભાઈ તથા શાળાના સુપરવાઈઝરશ્રી કિરણ.આઇ.પટેલીયા સરની મદદથી મેં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો હતો.
મારા માટે આ સ્પર્ધા શાળા કક્ષાએ થી માંડીને રાજ્ય કક્ષા સુધીની સફર ખૂબ જ ગૌરવશાળી અને આહલાદક બની રહી હતી.મારા જીવનની આ યાદગાર અને અવિસ્મરણીય બનાવવા બદલ મારો પરિવાર,મારા સહાધ્યાયીઓ અને સમગ્ર શાળા પરિવારનો હું આભારી અને કૃતજ્ઞ છું.
- મારા અનુભવો.
- પુવાર દિવ્યરાજસિંહ ધોરણ 12 અ
Comments
Post a Comment