મતદાતા જાગૃતિ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધા...
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે શિક્ષણ વિભાગના આદેશ અનુસાર તારીખ ના રોજ વિધાર્થીઓમાં મતદાન અને ચૂંટણી વિષે જ્ઞાન વધે અને જાગૃતિ આવે એ આશયથી નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું.શાળાની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રીમતી જે.એન.પટેલ અને શાળાના એન.એસ.એસ. વિભાગના કન્વીનર શ્રી એન.એચ.જાદવે આ સ્પર્ધાઓના આયોજન કરીને વિધાર્થીઓમાં મતદાન જાગૃતિ લાવવાનો પ્રસંશનીય પ્રયાસ કર્યો હતો.
શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર રહેવાની તાકીદ કરી હતી.
Comments
Post a Comment