માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ...
આજ રોજ અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે એસ.એસ.હોસ્પિટલ પેટલાદથી સાયકોલોજીસ્ટસ્ ની એક ટીમ પધારી હતી.રાષ્ટ્રીય માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જન જાગૃતિ માટે આ ટીમમાં શ્રી પીન્કેશભાઈ સોલંકી, શ્રી ઈમદાદઅલી અને શ્રીમતી દિવ્યાબેન પધાર્યા હતા.આ લોકો અમારા વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય કેવી રીતે સાચવી શકાય અને માનસિક તનાવથી મુક્ત રહીને માનસિક ક્ષમતા કેવી રીતે વધારી શકાય એનાં વિશે પ્રવચન આપવાના હતા. એમની વિનંતીને ધ્યાનમાં રાખીને આચાર્ય તરીકે મેં એમને ધોરણ ૧૧ અને ધોરણ 12 ના વર્ગોમાં આ કાર્યક્રમ ગોઠવી આપ્યો હતો. લગભગ ૫૦ જેટલા વિધાર્થીઓની હાજરીમાં આ ત્રણેય મિત્રોએ સરસ રીતે વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય સાચવવું અને માનસિક નબળાઈઓથી કેવી રીતે મુક્ત થવું એના વિશે સુંદર માહિતી આપી હતી.એમના પ્રવચન બાદ એમણે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી પણ રાખી હતી. પ્રશ્નોત્તરીનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને તેમને લાગુ પડતા પ્રશ્ન પૂછ્યાં હતાં.જેનાં આ મિત્રોએ ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યા હતા. આમ અમારી શાળાના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમથી માનસિક આરોગ્ય સાચવવું અને માનસિક ક્ષમતા કેવી રીતે વધારવી એના વિશેનો ખ્યાલ મળ્યો હતો. કાર્યક્રમને અંતે ધોરણ ૧૨ ના વર્ગ શિક્ષક શ્રી ડી.સી.રોહિત દ્વારા આ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.
આ ટીમે વિદાય વખતે શાળાના આચાર્યશ્રીને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી એક નાનકડી પુસ્તિકા વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપી હતી.
શાળાના આચાર્યશ્રી જે.આઇ પરમારે પણ આ ટીમનો આ શાળા પસંદ કરી વિદ્યાર્થીઓ લાભ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો અને તેમને પ્રમાણપત્ર આપ્યા હતા.
Comments
Post a Comment