73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી...
તારીખ 26 મી જાન્યુઆરી 2022. આ દિવસ એટલે અખંડ ભારત દેશનો પ્રજાસત્તાક દિવસ. અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ) માં આ દિવસે ભારત દેશના 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓના તમામ શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોયઝ હાઈસ્કૂલના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદનની મુખ્ય વિધી માટે ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવે સાહેબ અને માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાંત શાહ પધારવાના હતા.પરંતુ શ્રી રશ્મિકાંતભાઈ નાદુરસ્ત તબિયતને કારણે પધારી શક્યા ન હતા.નક્કી કરેલ કાર્યસૂચિ મુજબ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો. ધોરણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનિઓએ પ્રાર્થના કરાવી હતી. બાદમાં શ્રી જે. આઈ. પરમાર ( આચાર્યશ્રી,ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન) સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનો અને શ્રોતાગણનું હાર્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં એમણે ઉપસ્થિત મહેમાનોનો પરિચય પણ કરાવ્યો હતો. એ પછી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના વ્યાયામ શિક્ષકશ્રી મુકેશભાઈ એમ. પટેલે ધ્વજ વંદન વિધી કરાવી હતી. ચેરમેનશ્રીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સૌએ પૂરા માન અને શાનથી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બાદમાં ચેરમેનશ્રીએ સૌને આ પર્વના અભિનંદન આપતાં લાગણીસભર વક્તવ્ય આપ્યું હતું. અંતમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યા શ્રી ગીતાબેન પરમારે આભારવિધિ કરી હતી. આમ દેશના 73માં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોયઝ હાઈસ્કૂલના સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રીમતી જે.એન.પટેલે કર્યું હતું.ફોટોગ્રાફી શ્રી કે.બી.ગાંવિત સરે કરી હતી.
Comments
Post a Comment