વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ અને વિદાય સમારોહ 2022

     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટની છેલ્લા બાવીસ વર્ષની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ 2020-202 ના વર્ષનો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તથા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ આજરોજ શાળાના પટાંગણમાં બે અલગ અલગ ભાગમાં યોજવામાં આવ્યો હતો.

     સવારે 9:00 વાગે શરૂ થયેલા પ્રથમ ચરણમાં ઇનામ વિતરણ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે શાળાના વિજ્ઞાન પ્રવાહના ભૂતપૂર્વ શિક્ષક તેમજ શાળાના ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્યશ્રી આર એમ પટેલ હતાં. ઉપરાંત શ્રી ઈશ્વરભાઈ પટેલ (આઈકોન), શ્રી વિજયભાઈ ભટ્ટ અને શ્રી મગનભાઈ પટેલિયા અતિથિ વિશેષ પદે બિરાજમાન હતાં. સમગ્ર સમારોહ ટ્રસ્ટના ચેરમેન શ્રી દિપકભાઈ દવે,માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ શાહ, ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન દવે બોયઝ હાઈસ્કૂલના આચાર્યશ્રી જે આઈ પરમાર સાહેબ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી ગીતાબેન પરમારની નિશ્રામાં યોજાયો હતો.

     કાર્યક્રમની શરૂઆત ગર્લ્સ વિભાગની બહેનો દ્વારા નૃત્ય ડાન્સ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અને આમંત્રિત એવા ઉમરેઠ અને ઉમરેઠની આસપાસના વિસ્તારના હાઇસ્કૂલોના આચાર્યશ્રીઓ તથા પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓને આમંત્રણ આપીને ખાસ બોલાવવામાં આવ્યાં હતા. આ તમામ આચાર્યશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં આમંત્રિત અને ઉપસ્થિત ભૂતપૂર્વ શિક્ષક મિત્રોને પણ સન્માનવામાં આવ્યાં હતાં. 

     બાદમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ થી શરૂ કરીને ધોરણ-1 સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને દાતા તરફથી ચાંદીના સિક્કા અર્પણ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં પ્રાપ્ત શિષ્યવૃત્તિની રકમ દરેક ધોરણ પ્રમાણે પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ રકમ અને પ્રમાણપત્રો અલગ-અલગ મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. કુલ રૂ. ૫૦ હજારના રોકડ ઈનામો તેમજ ચાંદીના સિક્કાની ભેટો અર્પણ કરવામાં આવી હતી. ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્ય શ્રીમતી ગીતાબેને તમામનું સ્વાગત કરતાં તમામનો આભાર અને અભિનંદન માન્યાં હતાં. એમણે શાળાની આ પુરસ્કાર રૂપી શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી. માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ શાહે ટ્રસ્ટ હંમેશાં વિધાર્થીઓની મદદ કરવાં હંમેશા તૈયાર જ હોય છે એ વાતને પુનરાવર્તન કરી દોહરાવી હતી. અને વિધાર્થીઓના ઉત્કર્ષ માટે ટ્રસ્ટ ક્યારેય પાછળ નહીં પડે એની ખાતરી આપી હતી.અતિથિવિશેષ પદેથી બોલતાં શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે બાળકોને માટે થતી આ તમામ પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમજ આટલી લાંબી મંજિલ બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં. તેમણે દર વર્ષે અપાતાં આ ઈનામની રકમમાં એમના તરફથી રૂપિયા 11000 નું દાન જાહેર કર્યું હતું. આ સિવાય ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેન તરફથી તેમના સુપુત્ર મૌલિકભાઈ તરફથી રૂપિયા 5,000 નું દાન જાહેર કર્યું હતું. ઉપરાંત ધોરણ 10,11 અને 12માં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ શાહ તરફથી 250 રૂપિયા લેખે ઈનામ આપવામાં આવ્યું હતું.

     મુખ્ય મહેમાન પદેથી બોલતા શ્રી આર એમ પટેલે હાજર તમામ વિદ્યાર્થીઓને એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢીને આગળ વધવાનું આહવાન કર્યું હતું. તેમજ જે લોકોને ઈનામ મળ્યા નહીં એમણે મનોમન નક્કી કરીને આવતા વર્ષે આ સ્ટેજ પર ઈનામ લેવા માટે આવવાનું કહ્યું હતું. ઈનામ વિતરણ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું મોમેન્ટો આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે જનગણમન રાષ્ટ્રગીત ગાઈને સૌ છૂંટા પડયાં હતાં.


























































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...