પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ...

  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત શાળાઓ પૈકીની ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, પ્રાથમિક વિભાગ, ધોરણ ૧ થી ૮ દ્વારા વાર્ષિક દિવસનું આયોજન તારીખ 12 3.2022 ના રોજ શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રંગારંગ કાર્યક્રમ પણ હતો. આ કાર્યક્રમમાં લગભગ 200 જેટલાં બાળકોએ 20 થી વધારે નવીન અને આકર્ષક કૃતિઓ રજૂ કરીને દર્શકોના તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓના તેમ જ વાલીગણના મન મોહી લીધા હતા.આ કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થયો હતો અને બપોરે એક વાગ્યે પૂરો થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉમરેઠના જાણીતા બિલ્ડર શ્રી ઈશ્વરભાઈ પટેલ જેઓ આઈકોન નામથી ઓળખાય છે તે ઉપસ્થિત રહ્યાં હતાં. અતિથી વિશેષ તરીકે સ્વામિનારાયણ મંદિરના આગળ પડતાં કાર્યકર્તા એવા શ્રીમતિ જાગૃતિબેન સોની તેમજ ગુપ્ત દાનવીર શ્રી વિજયભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દિપકભાઈ દવે સાહેબ તેમજ માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ શાહ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. મહેમાનોનો પરિચય, હાર્દિક સ્વાગત અને મોમેન્ટો અર્પણ કર્યા બાદ સમગ્ર રંગારંગ કાર્યક્રમ ચાલુ થયો હતો. જેમાં એક એકથી ચડિયાતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. કૃતિની વિશેષતાઓ અને પર્ફોર્મન્સની  સફળતાને લીધે તમામ કૃતિઓને પ્રેક્ષકો તરફથી પ્રોત્સાહક ઈનામ તરીકે રોકડ રકમો જાહેર કરવામાં આવતી હતી. અંદાજે 50 હજાર રૂપિયાની રકમ તમામ તમામ કૃતિઓને અલગ રીતે પુરસ્કાર સ્વરૂપે મળી હતી. ઉમરેઠના અન્ય એક બિલ્ડર શ્રી અમિતભાઈ પટેલ તરફથી તમામ વિદ્યાર્થીઓને લંચ બોક્ષ આપવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ નિહાળીને સૌ ખુશખુશાલ થઈ ગયા હતા.શિક્ષકોની મહેનત દિપી ઉઠી હતી. વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ખીલી ઉઠયા હતાં. મુખ્ય મહેમાન પદેથી બોલતા શ્રી ઈશ્વરભાઈ પટેલે આ કાર્યક્રમ માટે સંસ્થાને ૧૧ હજાર રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. તેમજ ભવિષ્યમાં આ શાળાને એક સ્માર્ટ ક્લાસ ઉભો કરી આપવાની જાહેરાત કરી હતી.બીજા અતિથિવિશેષ તરીકે જાણીતા માનવીએ શ્રી ભરતભાઈ ભટ્ટે કન્યાઓ માટે ........દાનની જાહેરાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચારેય સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓને મહેનત અને સહકાર કામે લાગ્યા હતાં. આ કાર્યક્રમની સફળતાની સ્થાનિક સમાચાર પત્રો તેમાં સ્થાનિક અખબારી  ચેનલોએ નોંધ લઈને યુ ટ્યુબ પર પ્રસારિત કરી હતી.

શાળા પરિવાર વતી શ્રી ઘનશ્યામભાઈ રાણાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.






















































































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...