SVIT કોલેજ દ્વારા કેરીયર કાઉન્સિલીંગ...

          તારીખ 2 2 2020 ને બુધવારના રોજ અમારી શાળાઓમાં SVIT, કોલેજ વાસદમાંથી આર્કિટેક ડિપાર્ટમેન્ટમાંથી ત્રણ ફેકલ્ટી અમારા વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ આર્કિટેક્ટ ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય અને કારકિર્દી ઘડી શકાય એ બાબતની જાણકારી અને માહિતી આપવા માટે પધાર્યા હતા.

           ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ વતી ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશન અને ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશનના કર્મચારીઓએ તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. શાળાના ભૂતપૂર્વ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ સાહેબે તેમનો પરિચય વિદ્યાર્થીઓને કરાવ્યો હતો. બાદમાં આ ફેકલ્ટીમાંથી શ્રી ઉર્વીશ ભટ્ટે અમારા વિદ્યાર્થીઓને આર્કિટેક્ટ ક્ષેત્રમાં આગળ વધવા શું ભણવાનું અને ભણ્યા પછી કેવા પ્રકારની નોકરી અને રોજગારીની તકો છે એના વિશેની વિસ્તૃત સમજ અને માહિતી આપી હતી. આ માહિતી મેળવીને વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા. શાળા પરિવાર વતી સંસ્થાનો અને આ ફેકલ્ટીઓ સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયાએ આભાર માન્યો હતો.











Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...