વેકેશન અંગે માર્ગદર્શન...
સુજ્ઞ વાલી તથા વિદ્યાર્થી મિત્રો,
આપ સૌને જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠના આચાર્યશ્રીના નમસ્કાર...🙏
મિત્રો સરકારની સૂચના મુજબ શાળામાં તારીખ 9.5.22 થી ઉનાળાનું વેકેશન શરુ થતું હતું.પરંતુ વિદ્યાર્થીઓને નવીન ધોરણના પાઠય પુસ્તકો, વર્ગો, અભ્યાસક્રમ, શિક્ષકશ્રીઓ અને શાળાના વાતાવરણથી પરિચિત થાય એ હેતુઓ સાથે તારીખ 9.5.22 થી તારીખ 14.5.22 સુધી ધોરણ 10 અને ધોરણ 12 ના વધારાના વર્ગો શાળામાં ગોઠવવામાં આવ્યા હતાં.અને રોજ 8.00 થી 10 30 સુધી 4 તાસનું શૈક્ષણિક કાર્ય થતું હતું.
પરંતુ અમારા આ આયોજનને આપના તરફથી જોઈએ એવો પ્રતિભાવ મળ્યો નથી.આશા છે કે જે વિદ્યાર્થીઓએ આ વર્ગોનો લાભ લીધો છે એમને ચોક્કસ લાભ થશે જ.
વાત રહી વેકેશનની...
આ વેકેશન તારીખ 12.6.22 ના રોજ પૂર્ણ થશે અને શાળાઓ તારીખ 13.6.22 થી પુન: શરૂ થશે.એ દરમિયાન આપના પુત્ર કે પુત્રી માટે કેટલાંક ઉપયોગી સૂચનો મોકલાવું છું.જેનો આપના પાલ્ય માટે યોગ્ય ઉપયોગ કરશો...
*વેકેશન ગૃહકાર્ય*
આપણું બાળક લગભગ દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપું છું જે આપ વેકેશનમાં તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......
👉 અમે તમામ વિદ્યાર્થીઓને નવા ધોરણના પાઠય પુસ્તકો આપી દીધેલ છે.તેથી તે આ પાઠય પુસ્તકોનો પરિચય કેળવી અભ્યાસક્રમથી વાકેફ થાય એવું આયોજન કરશો.
👉 તેને એકદમ છૂટ્ટો મૂકી ના દેતાં, એનાં સમયનું આયોજન કરીને અભ્યાસ ઉપરાંત રમતગમત, સામાજિક કાર્યો, ઘરકામ અને શક્ય હોય તો આર્થિક ઉપાજન કરે તેવી પરિસ્થિતિ ઊભી કરશો.
👉 તેની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખશો.સારી બાબતોને વખાણી પ્રોત્સાહિત કરશો.અને ખરાબ બાબતો દૂર કરાવશો.
👉 દિવસમાં ઓછામાં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ સમજે.
👉 તેમને રસોઈ કામમાં મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
👉 તેમને દરરોજ સંસ્કૃત, ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
👉 તેને પાડોશીને ઘરે અને મિત્રો સાથે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
👉 જો દાદા દાદી દૂર રહેતાં હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
👉 તેને તમારા વ્યવસાયની જગ્યાએ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
👉 તેઓને સ્થાનિક તહેવારો મોજથી ઉજવવા દેજો અને તેઓને તેનું મહત્વ પણ સમજાવજો.
👉 તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેની સંભાળ રાખી, તેનું મહત્વ સમજાવજો.
👉 તમારા બાળપણના કિસ્સાઓ અને કુટુંબના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.તમે કરેલાં સંઘર્ષથી એને વાકેફ કરશો.
👉 તેને બહાર ધૂળમાં અને પ્રકૃતિને ખોળે રમવા દેજો જેથી તેની માતૃભૂમિની ધૂળનું અને પ્રકૃતિનું મહત્વ સમજે.
👉 તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો.
👉 બની શકે તો હોસ્પિટલ અને અનાથાશ્રમની મુલાકાતે લઈ જજો.
👉 તેને કરકસરનું મહત્વ સમજાવજો.
👉 મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેનાં દૂષણથી પણ માહિતગાર કરો...
👉 મોબાઈલ તો આપતા જ નહીં. અને આપો તો એની પર વોચ રાખશો.અને મોબાઈલનો સદુપયોગ કરે એનું ધ્યાન રાખજો.
👉 તેને નવી નવી રમતો શીખવજો.
👉 ઘર ના દરેક સભ્યનું મહત્વ કેટલું છે એનો તેને સતત અનુભવ કરવા દેજો.
👉 મામા કે ફઇબાના ઘરે જરુર મોકલો.
👉 ટીવીની જગ્યાએ જીવરામ જોશીની કે અન્ય બાળવાર્તાની બુક્સ ફરજિયાત વચાંવશો.
👉 તમો એ જયાં તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જજો અને તમારા અનુભવો જણાવશો.
👉 રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહેશો.
👉 રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરશો.
👉 ખાસ...એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો...
👉 એનો આત્મવિશ્વાસ વધે એવાં કાર્યો એની પાસે કરાવશો.
👉 તેની પાસે ઘરકામ કે ખેતર, દુકાન, લારી હોય તો એ અંગેના કાર્યોનો અનુભવ કરાવશો.
👉 એને આનંદ પ્રમોદ મળે એ માટે શક્ય હોય તો ફરવા લઈ જશો.અથવા એકાદ સારું મૂવી બતાવવા લઈ જજો.
બસ, એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બને...
All the best...👍
Comments
Post a Comment