મ્હેંદી અને કેશગુંફન સ્પર્ધાઓ
ઉમરેઠની જૂની અને જાણિતી શૈક્ષણિક સંસ્થા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ખાતે ગૌરીવ્રત નિમિત્તે ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતી વિધાર્થીનિઓ માટે પરંપરાગત કહેવાતી પણ આજના જમાનામાં એટલી જ ચાહના ધરાવનારી કૌશલ્ય લક્ષી " મ્હેંદી સ્પર્ધા " તથા " કેશ - ગુંથન સ્પર્ધા " યોજાઈ હતી. આ બન્ને સ્પર્ધાઓમાં કુલ મળીને 15 કરતાં વધારે વિધાર્થીનિઓએ ઉત્સાહભેર ભાગ લઈને સ્પર્ધાઓ અને કર-કૌશલ્યોને જીવંત બનાવી હતી.જેમાં નીચેની વિધાર્થીનિઓ વિજેતા બની હતી.
👉 મ્હેંદી સ્પર્ધા
1.પરમાર રાજલ હિરેનસિંહ
2.શેખ ફોઝિયા રિયાઝમહંમદ
👉 કેશ-ગુંથન સ્પર્ધા
1.દરજી રિદ્ધિ રાકેશભાઈ
2.મકવાણા પ્રિયંકા નરેન્દ્રભાઈ
નિર્ણાયક તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકાબેનો શ્રીમતી હેમાલીબેન અને શ્રીમતી દિપીકાબેને સેવાઓ આપી હતી. બન્ને સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન શાળાની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રીમતી જે.એન.પટેલે કર્યું હતું.
બે અલગ અલગ દિવસે યોજાયેલી આ સ્પર્ધાઓનું નિરીક્ષણ અને અવલોકન શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર તથા શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કરીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સૌનો આભાર માનતાં વિજેતાઓને પ્રાર્થના સભામાં ઈનામો આપવાની જાહેરાત કરી હતી.
Comments
Post a Comment