ખરેખર ગુરુ પૂર્ણિમા...
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ (બોયઝ હાઈસ્કૂલ) ના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ દ્ધારા ગુરૂપૂર્ણિમાની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી.
સૌ શિક્ષકોના આશ્ચર્ય વચ્ચે સવારની પ્રાર્થનાસભામાં જાહેરાત કરવામાં આવી કે આજરોજ ગુરૂઓનું સન્માન કરવામાં આવશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિધાર્થિની દરજી રિદ્ધિ એન્કરીંગ માટે આવી ગઈ. છેક આગલી હરોળમાં શિક્ષકો માટે ખુરશીઓ ગોઠવવામાં આવી.તમામ ગુરૂજનોને આદરભેર તાળીઓના ગડગડાટથી ખુરશીઓમાં બેસાડવામાં આવ્યાં.શ્રીમતી જે.એન.પટેલે ગુરૂપૂર્ણિમાનો ઉદ્દેશ્ય અને ગુરૂનો મહિમા પ્રગટ કરતું સુંદર પ્રવચન આપ્યું.
બાદમાં અગાઉથી કરેલાં આયોજન મુજબ આચાર્યથી શરૂ કરીને કોમ્પ્યુટર શિક્ષક સુધીના તમામ શિક્ષકોને વારાફરતી સ્ટેજ પર બોલાવીને પુષ્પ ગુચ્છ 💐,એક નાનકડી ભેટ 👝 અને વિદ્યાર્થીઓ જાતે બનાવેલ શુભેચ્છા કાર્ડ 📩 થી સૌ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની આ લાગણી પ્રદર્શિત કરતી પ્રવૃત્તિથી તમામ શિક્ષકો ભાવવિભોર બની ગયાં હતાં.સૌ શિક્ષકોના દિલમાં એક પ્રકારનો કૃતજ્ઞભાવ🙏, આનંદ 🤗, અને ગૌરવ 🤷♂️🤷♀️ છલકાતાં હતાં.સામે પક્ષે વિદ્યાર્થીઓમાં પણ ગુરૂઓના આવાં કૌતુકભર્યા સન્માનનો આનંદ,લાગણી અને માન જોવાં મળ્યાં હતાં.
અંતમાં આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌ શિક્ષકોના આ સન્માન બદલ સૌ વિદ્યાર્થીઓને આભાર માનતાં કૃતજ્ઞતા સાથે અભિનંદન 👏 અને આશીર્વાદ✋️ આપ્યાં હતાં.
શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ આ પ્રસંગ નિમિત્તે વિદ્યાર્થીઓને ગુરુદક્ષિણામાં કંઈક આપવાની જાહેરાત કરી હતી.
વિદ્યાર્થીઓ તરફથી આટલું ઓછું હોય એમ આખો દિવસ સૌ શિક્ષકોને પગે લાવવા ધસારો રહ્યો હતો.
આભાર આવા શિષ્યોનો...
🙏🙏🙏
Comments
Post a Comment