માસિક ઈનામ વિતરણ...
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ (બોયઝ હાઈસ્કૂલ) માં શાળા ખૂલ્યાં બાદ શાળામાં યોજાઈ ગયેલી સ્પર્ધાઓ અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિધાર્થીઓ તેમજ વિજેતા નીવડનાર વિધાર્થીઓને સન્માનવાનો એક નાનકડો કાર્યક્રમ શનિવાર તા 23.7.22 ની પ્રાર્થનાસભામાં યોજાઈ ગયો.
ગૌરીવ્રત નિમિત્તે યોજાયેલી મ્હેંદી અને કેશ ગુંથન સ્પર્ધાઓમાં વિજેતા નીવડનાર વિધાર્થિનોઓને શાળાના આચાર્ય, સુપરવાઈઝર અને સિનીયર શિક્ષકો દ્વારા પ્રમાણપત્ર અને ઈનામો આપવામાં આવ્યાં હતાં.
બાદમાં ગુરૂપૂર્ણિમાના દિવસે શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કરેલ જાહેરાત મુજબ તમામ વર્ગોમાંથી પસંદ કરેલા 20 વિધાર્થીઓને 225 રૂ.નું વ્યાકરણનું એક સરસ પુસ્તક ભેટ (ગુરુ દક્ષિણા) સ્વરૂપે આપવામાં આવ્યું હતું.એનો સમગ્ર ખર્ચ શ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ ભોગવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રીમતી જયાબેન એન.પટેલે તથા ફોટોગ્રાફી શ્રી કે.બી.ગાંવિતે કરી હતી.
કાર્યક્રમના અંતમા શાળાના આચાર્યશ્રીએ વિધાર્થીઓને પોતાની સ્કીલનો જીવનમાં ઉપયોગ કરવાની સાથે એમાં વધારો કરવાની તથા ભેટમાં મળેલ પુસ્તકનો ઉપયોગ કરવાની તથા અન્ય મિત્રોને એનો ઉપયોગ કરવાં દેવાની સલાહ આપીને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
Comments
Post a Comment