હર ઘર તિરંગા - સાયકલ રેલી...
"આઝાદી કા અમૃત મહોત્સવ" ની પૂર્ણાહૂતિ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામાં આવેલ કાર્યક્રમ "હર ઘર તિરંગા" ના ભાગ રૂપે આજથી શરૂ થઈ રહેલ ઉજવણીના ભાગ રૂપે અમારી શાળા, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે આજે સવારે ધોરણ 11,12 ના વિધાર્થીઓ દ્વારા એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેનરો સાથેની આ રેલીનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.આ રેલીમાં આશરે 150 જેટલાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ રેલી ઉમરેઠના એસ એન ડી ટી ગ્રાઉન્ડ, ગંજ બજાર, સુંદલપૂરા રોડ થઈને શાળામાં પરત ફરી હતી.
ત્યાં સભારૂપે ફેરવાયેલી આ રેલીને સંબોધતાં શાળાના સુપરવાઈઝર શ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ વિધાર્થીઓને આઝાદી કા અમૃત મહોત્સવનું મહત્ત્વ સમજાવ્યું હતું અને વિધાર્થીઓને હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવાનું આહવાન કર્યું હતું.
આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌનો આભાર માનતાં સૌને આ મહોત્સવના અભિનંદન આપ્યાં હતાં.























Comments
Post a Comment