એન.એસ.એસ.વિભાગ દ્વારા હર ઘર તિરંગા......

     

     "આઝાદી કા અમૃત મહોત્સવ" ની પૂર્ણાહૂતિ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામાં આવેલ કાર્યક્રમ "હર ઘર તિરંગા" ના ભાગ રૂપે આજથી શરૂ થઈ રહેલ ઉજવણીના ભાગ રૂપે અમારી શાળા, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )ના એન.એસ.એસ. વિભાગ દ્વારા સ્કૂલથી શરૂ કરીને એક કિલોમીટરની ત્રિજ્યામાં આજે સવારે ધોરણ 11,12 ના વિધાર્થીઓ દ્વારા એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેનરો સાથેની આ રેલીનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.આ રેલીમાં આશરે 150 જેટલાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
     આ રેલી ઉમરેઠના એસ એન ડી ટી ગ્રાઉન્ડ, ગંજ બજાર, સુંદલપૂરા રોડ થઈને શાળામાં પરત ફરી હતી.ત્યાં શાળાના સુપરવાઈઝર શ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ વિધાર્થીઓને આઝાદી કા અમૃત મહોત્સવનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ એન એસ એસના પોગ્રામ કૉઓર્ડીનેટરશ્રી નયનભાઈ એચ. જાદવે વિધાર્થીઓને "હર ઘર તિરંગા"નું મહત્ત્વ સમજાવીને રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરીને કાર્યક્રમને સફળ બનાવવાનું આહવાન કર્યું હતું.     
     આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌનો આભાર માનતાં સૌને આ મહોત્સવના અભિનંદન આપ્યાં હતાં.






















સંકલન અને રજૂઆત 
આચાર્યશ્રી - જયંતીભાઈ આઈ.પરમાર 
ફોટોગ્રાફ્સ - શ્રી ડી.સી.રોહિત 

 

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...