તિરંગા યાત્રા...

     આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" કાર્યક્રમ ને સફળ બનાવવાના ઉદ્દેશથી તેમજ દેશની શાન અને બાન સમાં તિરંગા થકી દેશભક્તિ અને દેશ પ્રેમ વ્યક્ત કરવાના આશયથી ઉમરેઠની જૂની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન(બોયઝ હાઈસ્કૂલ) ખાતેથી શાળાના એન.એસ.એસ. વિભાગની આગેવાની હેઠળ આજરોજ એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી.જેમાં શાળાના 550 થી વધુ વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયાં હતાં.આ યાત્રા દરમિયાન દેશભક્તિને લગતાં નારા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પરત શાળામાં આવી હતી.આ યાત્રા દરમિયાન તમામના દિલ દિમાગમાં ગજબની રાષ્ટ્ર ભાવના જોવાં મળી હતી.

     આ યાત્રામાં સહભાગી થવાં બદલ શાળાના એન.એસ.એસ. વિભાગના વડા શ્રી નયનભાઈ એચ.જાદવે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન આપ્યાં હતાં. અને સૌને તારીખ 13 થી 15 દરમિયાન પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આહવાન કર્યું હતું.
















































































































































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...