સાયક્લોથોનમાં સહભાગિતા...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા"કાર્યક્રમને સફળ બનાવવાને ભાગરૂપે ઉમરેઠના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય મહાવિદ્યાલય દ્વારા આજરોજ પૂર્વ નિર્ધારિત સાયક્લોથોન (એક સાયકલ રેલી) નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાયક્લોથોનમાં અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ના વીસેક વિધાર્થીઓની એક ટીમ શાળાના શિક્ષક શ્રી ડી.જી.પટેલની રાહબારી હેઠળ જોડાઈ હતી.
અમારી સહભાગિતાની નોંધ લઈને બ્રહ્માકુમારી નીતાબેને આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્યશ્રીએ પણ આ સાયક્લોથોનમાં સહભાગી થવાં આમંત્રણ આપવા બદલ આભાર માનતાં એમની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.





Comments
Post a Comment