મોટિવેશન સ્પીચ બાય શ્રી દીપકભાઈ સેવક

     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત (બોયઝ હાઈસ્કૂલ) અને ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનમાં મોટીવેશ્નલ લેક્ચર સિરીઝ અંતર્ગત આજરોજ શાળાના પટાંગણમાં અરિહંત ફાઉન્ડેશન, અંકલેશ્વરના ખ્યાતનામ સ્પીકર શ્રી દીપકભાઈ સેવકનો એક કલાકનો પ્રવચનનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેનો વિષય હતો આજના યુગમાં મોબાઈલથી સાવધ કેવી રીતે રહી શકાય અને મોબાઈલનો સંયમિત ઉપયોગ કેવી રીતે કરી શકાય.

     શ્રી દીપકભાઈ સેવક એક આંતરરાષ્ટ્રીય મોટિવેશ્નલ સ્પીકર છે. અને 14 જેટલાં દેશોમાં 4000 જેટલાં વક્તવ્ય આપી ચૂક્યા છે.એમના આજના દિનની મહાનતા અને વિશેષતા એ હતી કે એ સમયસર આવી પહોંચ્યા હતાં. અને આચાર્યની ઓફિસમાં આવીને કોઈ પણ પ્રકારની આગતા સ્વાગતાની અપેક્ષાઓ વગર બદલે સમયની બચત કરવાના આશયથી સીધાં જ મંચ પર પહોંચી ગયાં હતાં. એમનું શાબ્દિક સ્વાગત શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી વસંતભાઈ બી.ભરવાડે અને પુષ્પ ગુચ્છથી સ્વાગત આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે કર્યું હતું.

     બાદમાં એમણે એમની વિદ્વતાભરેલી અને રમુજી તથા સહજ અને નિખાલસ શૈલીમાં લગભગ એક કલાક સુધી 500 જેટલાં વિધાર્થીઓ અને પચાસેક શિક્ષકોને પ્રવચનમાં જકડી રાખ્યાં હતાં. એમણે પોતાના પ્રવચન દરમિયાન પોતાના જીવનના પ્રસંગો, પોતાની વિદેશ યાત્રાઓ અને ભારતના સપૂતોના ઉદાહરણો ટાંકીને પ્રવચનને જીવંત અને રસપ્રદ બનાવ્યું હતું.

     પ્રવચનને અંતે પણ કોઈ પણ પ્રકારની  સ્વાગત સરભરાની અપેક્ષાઓ રાખ્યાં વિના અન્ય સંસ્થાઓમાં પ્રવચન અર્થે નીકળી ગયા હતાં.

એમના પ્રવચનની વિધાર્થીઓમાં જોરદાર અસર જોવાં મળી હતી.

આભાર વિધિ શ્રીમતી ગીતાબેન કે. પરમારે કરી હતી.

     સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શ્રી વી.બી.ભરવાડે તથા ફોટોગ્રાફી શ્રી કે.બી.ગાંવિતે કરી હતી.
























Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...