ઈ-એફ.આઈ.આર. જાગૃતિ કાર્યક્રમમાં સહભાગીતા...

     ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 23.7.22 ના રોજ ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતમાં લોન્ચ થયેલ નવી એપ્લીકેશન સિટીઝન ફર્સ્ટ ગુજરાત ની નવી બે સેવાઓ, ઓનલાઈન મોબાઈલ કે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવા માટેની સેવા માટે પબ્લિક અવેરનેસ પ્રોગામ અંતર્ગત એક સરસ મજાનો કાર્યક્રમ ઉમરેઠના નાસિકવાલા હોલ ખાતે યોજાઈ ગયો.
     આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આણંદના ડી એસ પી સાહેબશ્રી જાડેજા સાહેબ પધાર્યા હતાં.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉમરેઠ પોલીસ સ્ટેશનના શ્રી ઝાલા સાહેબ, સરસ્વતી હાઈસ્કૂલના આચાર્યશ્રી રાજેશભાઈ પટેલ અને થામણા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્યશ્રી મિલનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉમરેઠના રાજકીય અને સામાજિક આગેવાનો તથા ત્રણ શાળાઓના આશરે 300 વિધાર્થીઓની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો.
     મંચ પર બિરાજમાન પાંચ મહાનુભાવોએ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.બાદમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના શ્રી કિસ્મતભાઈ રબારીએ આ કાર્યક્રમની રૂપરેખા આપીને આ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો. બાદમાં આ એપ્લિકેશન અંગે એક મજાનો અને ઉપયોગી વીડિયો બતાવવામાં આવ્યો હતો.ત્યારબાદ જિજ્ઞાસાબેને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી સમજાવ્યાં હતાં. ત્યારબાદ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે એમની આગવી શૈલીમાં આજના ઈ યુગમાં સ્માર્ટ નાગરિક બનવા આ એપ્લિકેશનનો ઉપયોગ ચાલુ કરવાનું સૌને આહવાન કર્યું હતું.
     અધ્યક્ષ સ્થાનેથી બોલતાં શ્રી જાડેજા સાહેબે આ એપ્લિકેશનનો દૂર ઉપયોગ ટાળવા પર ભાર મૂકી પ્રશ્નોને આવકારીને એના સંતોષકારક જવાબ આપીને સૌને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાં કરાવવાં ઉપર ભાર મૂક્યો હતો.
     આભારવિધિ શ્રી ઝાલા સાહેબે કરી હતી. કંઈક નવું મેળવ્યાંના ભાવ સાથે વિધાર્થીઓ જાગૃત બની શાળામાં પરત ફર્યા હતાં.
     
     આ કાર્યક્રમના સહભાગી બનવા બદલ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )ના ધોરણ 12 ના પચાસેક વિધાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમના સહભાગી બનાવવા બદલ શાળાના આચાર્યશ્રીએ આયોજકોને આભાર માન્યો હતો.


























































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...