શાળાનો વિધાર્થી કલા ઉત્સવમાં એસ.વી.એસ.કક્ષાએ પ્રથમ...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારશ્રી દ્વારા શાળાઓમાં હાલ કલા ઉત્સવ ચાલી રહ્યો છે. તારીખ 1 ઓગષ્ટથી શરૂ થયેલ આ ઉત્સવ 15 ઓગષ્ટે પૂર્ણ થશે. આ ઉત્સવ અંતર્ગત વિધાર્થીઓ માટે કુલ ચાર પ્રકારની સ્પર્ધાઓનું શાળા કક્ષાથી જીલ્લા કક્ષા સુધી આયોજન થયેલ છે. શાળા કક્ષાએ પ્રથમ આવેલ વિધાર્થીઓ QDC કક્ષાએ, QDC કક્ષાએ પ્રથમ આવેલ વિધાર્થીઓ SVS કક્ષાએ અને SVS કક્ષાએ પ્રથમ આવેલ વિધાર્થીઓ જીલ્લા કક્ષાએ તારીખ 12 અને 13 ઓગસ્ટના રોજ ભાગ લેશે.
હાલમાં આ સ્પર્ધાઓ SVS કક્ષાએ પૂર્ણ થઈ ગયેલ છે.
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )નો એક વિધાર્થી વણઝારા જોરાભાઈ ડી. સંગીત સ્પર્ધા ( ગાયન અને વાદન )માં ઉમરેઠ વિસ્તારની શાળાઓના SVS, થામણા ખાતેથી પ્રથમ નંબર મેળવીને જીલ્લા કક્ષાએ ભાગ લેનાર છે.આ પ્રસંગે શાળાના સમગ્ર સ્ટાફ સહિત તમામ વિદ્યાર્થી મિત્રોએ એને જીલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિજેતા બનવાની શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ SVS કક્ષાએ વિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે.


Comments
Post a Comment