અભિભાવક દિન (વિજ્ઞાન પ્રવાહ)
ઉમરેઠની જૂની અને જાણિતી શૈક્ષણિક સંસ્થા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે આજરોજ તારીખ 24.9.22 શનિવારે ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓના વાલીઓ માટે એક અભિભાવક સંમેલનનું ( વાલી મીટિંગ ) આયોજન કરવામાં આવ્યું હતું.
લગભગ ચાલીસેક જેટલાં ઉપસ્થિત વાલીઓનું વેલકમ ડ્રિન્ક ટી થી સ્વાગત કર્યા બાદ સૌનું હોલમાં સ્વાગત કરીને એક નાનકડી પ્રાર્થના તથા શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરીને આજના કાર્યક્રમનો હેતુ શ્રીમતી જયાબેન એન. પટેલે સ્પષ્ટ કર્યો હતો.
બાદમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના હેડ અને સંનિષ્ઠ શિક્ષક શ્રી વસંતભાઈ બી.ભરવાડે શાળામાં વિધાર્થીઓ માટે કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ, યુનિટ ટેસ્ટ, મોટીવેશ્નલ સ્પીચના કાર્યક્રમો, ઈજનેરી કોલેજો અને યુનિવર્સિટીની મુલાકાતો, અલગ અલગ ફેકલ્ટીમાંથી કારકિર્દીલક્ષી વક્તાઓના વક્તવ્યો વગેરેના થતાં આયોજનો અને અને દરેક વિધાર્થીઓની રખાતી પર્સનલ કેર અંગે વાલીશ્રીઓને માહિતગાર કર્યા હતાં. બાદમાં એમણે સૌ વાલીઓને એમના સંતાનો માટે આ બે વર્ષ ટેલિવિઝન અને મોબાઈલથી જાતે દૂર રહી એમને પણ દૂર રાખવા અપીલ કરી હતી.
બાદમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના ઉત્સાહી અને પ્રયોગશીલ કેમેસ્ટ્રી શિક્ષક શ્રી હિતેષભાઈ એમ.પટેલે આ શાળામાં ભણવાથી થતાં ફાયદાઓ જણાવી સૌ વિધાર્થીઓના રિપોર્ટ કાર્ડ રજૂ કર્યા હતાં.
કાર્યક્રમને અંતે વાલીઓ પક્ષે કોઈ રજૂઆત કે પ્રશ્નો હોય તો રજૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના વાલીઓ એમનાં સંતાનોના ભણતર અને શિક્ષણ અંગે સંતોષ વ્યકત કરીને શાળાના તથા શાળાના સ્ટાફના વખાણ કર્યા હતાં. 10 વાગે આરંભાયેલ આ કાર્યક્રમ દોઢ કલાક સુધી ચાલ્યો હતો. શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌનું અભિવાદન કરતાં આભાર માન્યો હતો તેમજ સૌના સહિયારા પ્રયાસોથી સારું પરિણામ મળશે જ એવી આશા વ્યક્ત કરી હતી.
મીટિંગને અંતે સૌ વાલી જનો સંતૃષ્ટ જણાયા હતાં અને સૌનો આભાર માન્યો હતો.
આભાર વિધિ તરવરિયાં અને યુવાન ગણિત શિક્ષક શ્રી વિજયભાઈ રાણાએ કરાવી હતી.
Comments
Post a Comment