એન.એસ.એસ. વિભાગની એક દિવસીય શિબિર

     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ખાતે શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા આજે તારીખ 10.9.22 ના રોજ એકદિવસીય કેમ્પનું આયોજન આ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.એચ.જાદવ વડપણ હેઠળ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

     એન.એસ.એસ.માં જોડાયેલાં વિધાર્થી સ્વયં સેવકો પૈકી 35 વિધાર્થીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ આ શિબિરમાં સ્વયંભૂ રીતે જોડાયાં હતાં. પ્રારંભમાં પ્રાસંગિક ઉદબોધન અને સૂચનાઓ આપ્યા બાદ વિધાર્થીઓની પાંચ અલગ અલગ ટીમો બનાવીને હાજર રહેલ શિક્ષકોના માર્ગદર્શન મુજબ શાળા કમ્પાઉન્ડમાં ચોમાસા દરમિયાન ઊગી નીકળેલ ઘાસ, છોડોને દૂર કરવાની સફાઈ કામગીરી તથા અન્ય કચરો ઉઠાવી લેવાની કામગીરીઓ કરવામાં આવી હતી.

     તમામ વિદ્યાથીઓએ શાળા સફાઈની આ કામગીરી ખૂબ જ ઉત્સાહ અને ધગશથી કરી હતી. શિબિરના અંતે આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને આ સુંદર કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. શિબિરને અંતે સૌ અલ્પાહાર લઈને છૂટાં પડ્યાં હતાં.




































આ પ્રસંગે શાળાના કમ્પાઉન્ડમાં એક બોરસલ્લીનું ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના વ્યાયામ શિક્ષક શ્રી દક્ષેશભાઈ એમ.પટેલ દ્વારા અને બીજી એક બોરસલ્લીનું આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારના હસ્તે રોપણ કરવામાં આવ્યું હતું. તથા અન્ય છોડનું રોપકામ સેવકભાઈ શ્રી ડી.કે.ડામોર અને વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.













આ શિબિરમાં શ્રી કે.આઈ.પટેલિયા, શ્રી પી.આર.રાવલ, શ્રી ડી.એસ.રોહિત, શ્રી એસ.એમ.પટેલ, શ્રી આર.એ.પટેલ વગેરે ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોનું યોગદાન પ્રસંશનીય રહ્યું હતું.















Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...