એન.એસ.એસ. કેમ્પ
તારીખ 17.12.22 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ના એન.એસ.એસ. વિભાગ દ્વારા ઉમરેઠ તાલુકાના રતનપૂરા મુકામે એક એક દિવસીય આઉટડોર કેમ્પ યોજાઈ ગયો.
સવારે 9.00 વાગે એન.એસ.એસ. વિભાગના પોગ્રામ કોર્ડીનેટરશ્રી એન.એચ.જાદવની આગેવાની હેઠળ એન.એસ.એસ.ના 47 જેટલાં વિધાર્થી સ્વંય સેવકોની એક સભા રતનપૂરા હાઈસ્કૂલ ખાતે મળી હતી. જેમાં રતનપૂરા હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, સમગ્ર સ્ટાફ, રતનપૂરાના સરપંચ શ્રી દાવળ કાન્તિભાઈ શિવાભાઈ તથા તેમનો સ્ટાફ તથા રતનપૂરાના કેટલાંક સ્થાનિક આગેવાનો તથા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર અને એમનો સ્ટાફની હાજરીમાં સરપંચશ્રીએ આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.
બાદમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ના શિક્ષકો શ્રી ડી.એસ.રોહિત, શ્રી પી.આર.રાવલ, શ્રી આર.એ.પટેલની રાહબરી હેઠળ વિધાર્થીઓના ચાર અલગ અલગ ગૃપ બનાવીને રતનપૂરા ગામના મુખ્ય માર્ગના એક છેડેથી શરુ કરીને રેલ્વે ફાટક બાજુના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી રસ્તાની બન્ને બાજુએ, દૂધની ડેરીની આસપાસ, સાર્વજનિક પુસ્તકાલયની આસપાસ, હાઈસ્કૂલના પટાંગણમાં, ગ્રામ પંચાયત ઓફિસની આસપાસ અને ગામના મુખ્ય ચોકની સાફ સફાઈ કરવામાં આવી હતી.એકત્ર કરેલ કચરાને પંચાયત આગળની કચરાપેટીમાં જમા કરી સળગાવી દેવામાં આવ્યો હતો.
બાદમાં ઉપરોક્ત તમામ મહાનુભવોની હાજરીમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે એક રેલી કાઢવામાં આવી હતી.જેમાં વિધાર્થીઓએ ગામવાસીઓને સ્વચ્છતા રાખી ગામને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
આ તમામ કાર્યક્રમોમાં બપોરના 11.30 બાદ શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.બપોરે સામૂહિક ભોજન બાદ પુનઃ એક સભા હાઈસ્કૂલ ખાતે મળી હતી.જેમાં બન્ને શાળાના આચાર્યશ્રીઓએ, સરપંચશ્રીએ સંબોધન કરીને એન.એસ.એસ થકી સમાજ સેવાની આ પ્રકારની સેવાઓને બિરદાવી હતી. ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન શાળાનો આભાર માનતા સરપંચશ્રીએ સૌને અભિનંદન અને આશીર્વાદ આપ્યાં હતાં.
સાંજના ચાર વાગે પંચાયત ખાતે એકત્ર સૌ વિધાર્થી સ્વંય સેવકો અને એન.એસ.એસ ઓફિસર તથા સમગ્ર સ્ટાફનો શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌનો આભાર માન્યો હતો.























































Comments
Post a Comment