યુનાઇટેડ ઉમરેઠ - ઓલ્ડ ઈઝ ગોલ્ડ

     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ)ના માલિક અને ટ્રસ્ટી મંડળના પરિવાર સાથે સંકળાયેલ સંબંધી, 1964 ની બેચના ભૂતપૂર્વ વિધાર્થી, ઉમરેઠના અગ્રગણ્ય નાગરિક અને અમેરિકા મુકામે સ્થાયી થયેલ મુરબ્બીશ્રી પ્રવિણભાઈ તલાટીની આગેવાની હેઠળ એક સરસ મજાનો ગેટ ટુ ગેઘર/ સ્નેહ મિલન અને નાનકડો સન્માન સમારંભ ઉમરેઠની અતિથિ હોટલ ખાતે તારીખ 19.12.22 ના રોજ સવારે 9.00 થી 12.30 સુધી યોજાઈ ગયો.

     "યુનાઈટેડ ઉમરેઠ અને ઓલ્ડ ઈઝ ગોલ્ડ" ટેગ લાઈન હેઠળના આ સ્વૈચ્છિક કાર્યક્રમમાં 1964ની બેચના અન્ય વિધાર્થીઓ શ્રી દિનેશભાઈ જોષી, શ્રી કિરીટભાઈ શેલત,શહેરની નામાંકિત વ્યક્તિઓ જેવી કે શ્રી સુભાષભાઈ શેલત (ભૂતપૂર્વ ધારાસભ્ય), શ્રી શહેરાવાળા (નગરપાલિકા પ્રમુખ અને ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન), હોટલ અતિથિના માલિક વગેરે અગ્રગણ્ય વ્યક્તિઓની હાજરીમાં 10 વ્યક્તિનું ટ્રોફી અને પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરેઠની જૂની, જાણિતી અને પ્રતિષ્ઠિત તેમજ ઘણાંબધાં આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો આપનાર ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલના આચાર્ય તરીકે મને (જયંતીભાઈઆઈ.પરમાર) ખાસ આમંત્રણ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

     કાર્યક્રમની વિશેષતામાં સન્માનિત તમામ મહાનુભાવોના "મારું ઉમરેઠ, ગ્રેટ ઉમરેઠ" બનાવવા માટે, ઉમરેઠની નામના અને વૈભવ પાછો લાવવા માટે શું કરી શકાય એ અંગેના વિચારો વ્યકતવ્યો થકી એકત્ર કરવામાં આવ્યાં હતાં.

     લગભગ 60 વ્યક્તિઓની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.અંતે સૌ અલ્પાહાર કરી છૂટાં પડ્યાં હતાં. 

     આયોજકશ્રી પ્રવિણભાઈ તલાટીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

























સંકલન અને રજૂઆત 
આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર 
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ 




Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...