જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી વિષે...
ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ધોરણ:- ૯ અને ૧૦ ના અભ્યાસ માટે રૂ. ૨૦,૦૦૦ + ૨૦,૦૦૦ = ૪૦,૦૦૦/- તેમજ ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ માટે રૂ. ૨૫,૦૦૦ + ૨૫,૦૦૦ = ૫૦,૦૦૦ એમ કુલ ધોરણ ૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ. ૯૦,૦૦૦/- ની સ્કોલરશીપ મેળવવા માટેની ઉત્તમ તક......
________________________
ઉપર મુજબની સ્કોલરશીપ મેળવવા ઇચ્છુક વિધાર્થી ભાઈ બહેનોએ *"જ્ઞાન સાધના પ્રખરતા કસોટી-૨૦૨૩-૨૪"* ની પરીક્ષા પાસ કરવાની રહેશે. જે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના આજથી ચાલુ થઈ ગયેલા છે.
પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ ૨૬/૦૫/૨૦૨૩ છે.
આ પરીક્ષાની કોઈ જ ફી નથી.
પરીક્ષાની તારીખ- ૧૧/૦૬/'૨૩
પરીક્ષા માટે આવકનો દાખલો ફરજિયાત છે. વાર્ષિક ૧,૨૦,૦૦૦/- કરતાં ઓછી આવક ધરાવતો આવકના દાખલો ચાલુ વર્ષનો હોવો જોઈએ.
બૌદ્ધિક યોગ્યતા કસોટી ૪૦ માર્કસની અને શૈક્ષણિક યોગ્યતા કસોટી ૮૦ માર્કસની એમ કુલ ૧૨૦ માર્કસનું પેપર આવશે.
અને ૧૨૦ પ્રશ્નો માટે પરીક્ષાનો સમયગાળો ૧૫૦ મિનિટનો રહેશે.
૪૦ માર્કસની બૌદ્ધિક યોગ્યતા કસોટીના તાર્કિક, વર્ગીકરણ, છુપાયેલ આકૃતિ, શ્રેણી, પેટર્ન વગેરેનો સમાવેશ થશે.
જ્યારે ૮૦ માર્કસની શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ ૮ માં અભ્યાસ કરેલ અભ્યાસક્રમમાં ગણિત અને વિજ્ઞાનના ૨૦-૨૦ માર્ક્સના પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના ૧૫ માર્કસ, ગુજરાતીના ૧૦ માર્કસ, અંગ્રેજીના ૧૦ માર્કસ અને હિન્દીના ૫ માર્કસ એ રીતે વિષય મુજબ ભારણ આપવામાં આવેલ છે.
તો, વિદ્યાર્થી મિત્રો, આ યોજનાનો લાભ લો અને જ્ઞાન સાધના પ્રખરતા કસોટી - ૨૦૨૩-૨૪ ની પરીક્ષા આપી ધોરણ ૯ થી ૧૨ સુધીના રૂપિયા ૯૦,૦૦૦/- ની શિષ્યવૃત્તિ મેળવો.
૨૫ હજાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળનાર છે.
વેબસાઇટ:- www.sebexam.org
Comments
Post a Comment