નિબંધ સ્પર્ધકોનું સન્માન...

     ચરોતર પ્રદેશ આર્ય સમાજ, આણંદના ઉપક્રમે તારીખ 31.8.23 ને બુધવારે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી નિમિત્તે તથા આર્ય સમાજના 150 વર્ષ પૂર્ણ થવાં પ્રસંગે શ્રાવણી ઉપાક્રમ વિધિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની શાળાઓમાં એક નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેનો વિષય હતો " મહર્ષિ દયાનંદજીની દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિ " આ સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ આવેલ ત્રણ વિધાર્થીઓને એન.કે.સોલંકી સભા ખંડમાં બોલાવીને ઉપાક્રમ વિધિ યજ્ઞમાં હાજરી, રોજડ નિવાસી સ્વામીશ્રી આચાર્ય દિનેશકુમારજીનું પ્રેરણાત્મક પ્રવચન અને ઈનામ વિતરણ સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું. 

ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ)ના ત્રણ વિધાર્થીઓ 

1. સૈયદ અલ્લાઉદીન જે. ધોરણ 9 અ

2. કાજી મહંમદસિફાન આઈ. ધોરણ 10 અ

3. પુવાર સત્યજીતસિંહ એ. 10 અ

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...