ચિત્ર સ્પર્ધા
પ્રાચીન નગરી ઉમરેઠ અને એટલી જ પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન સ્કૂલ એની સ્થાપનાના 125 વર્ષ (શત રજત જયંતિ) ઉજવી રહી છે ત્યારે આખું વર્ષ ચાલનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ પૈકી ચરણમાં તારીખ 26.8.2023 ના રોજ ઉમરેઠ શહેરની તમામ સ્કૂલોને આમંત્રણ આપીને એક ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં ઉમરેઠમાં ભવિષ્યના આર્ટિસ્ટો તૈયાર થાય એ ઉદ્દેશથી યોજવામાં આવેલી આ સ્પર્ધામાં 125 બાળ કલાકારોને એકત્ર કરવાની સંભાવના સામે 12 સ્કૂલોમાંથી કુલ 77 વિધાર્થીઓ એમના સલાહકાર શિક્ષકો સહિત પધાર્યા હતાં.
નિર્ણાયક તરીકે તારાપૂર હાઈસ્કૂલના આચાર્ય, ગુજરાત રાજ્ય માધ્યમિક કલા શિક્ષક સંઘના પ્રમુખ અને ચિત્રકાર શ્રી પરેશભાઈ સેવક તેમજ ના ભૂતપૂર્વ કલા શિક્ષક શ્રી એ સેવાઓ આપી હતી.
સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતાં શ્રી પરેશભાઈએ સંસ્થાના 125 વર્ષ ને ગૌરવશાળી સમય ગણાવીને સ્થાપકોની દીર્ઘ દ્રષ્ટિ, સંચાલકોના વ્યવસ્થાપન અને આચાર્યો સહિત તમામ કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવતા એ પોતે પણ આ ગૌરવશાળી સમયના સહભાગી બન્યાં એનો આનંદ વ્યક્ત કર્યો હતો.
સમાપન સમારોહમાં શ્રી સાહેબે તમામ સ્પર્ધકોના ચિત્રોના અને કલાના વખાણ કર્યા હતાં. વિજેતા પ્રથમ ત્રણ નંબરના વિધાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ તેમજ તમામ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યા હતાં.




























































Comments
Post a Comment