શત રજત જયંતી રેલી

     


     આજે તારીખ 23- 9-2023 ને શનિવારના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂશનના પ્રાંગણમાં તેની શત રજત જયંતિની ઉજવણીના ભાગરૂપે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવમહારેલીનો પ્રારંભ પ્રાર્થના દ્વારા મંચસ્થ મહાનુભાવો સર્વેશ્રી બ્ર.કુ.નીતાબેન ( પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિધ્યાલય), ચેરમેનશ્રી દીપકભાઈ દવે ( ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન), શ્રી અજીતભાઈ દવે ( કારોબારી સભ્ય ), શ્રી વિજયભાઈ ભટ્ટ ( દાતાશ્રી ) અને ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. 
     આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયમાંથી પધારેલ બ્રહ્માકુમારી આદરણીયશ્રી નીતાબેનનું સ્વાગત ગર્લ્સ સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી ગીતાબેન દ્વારા, સંસ્થાના ચેરમેનશ્રી દિપકભાઈ દવે સાહેબનું સ્વાગત બોઇઝ વિભાગના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર દ્વારા ,કારોબારી સભ્યશ્રી અજીતભાઈ દવે સાહેબનું સ્વાગત ટ્રસ્ટના એકાઉન્ટન્ટ શ્રી હિરેનભાઈ દ્વારા, દાતાશ્રી વિજયભાઈ ભટ્ટ સાહેબનું સ્વાગત ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના અંગ્રેજી શિક્ષક શ્રી જાવેદભાઈ બેલિમ દ્વારા તેમજ ઉમરેઠ નગરના ખ્યાતનામ અને વડીલ પત્રકાર શ્રી રમેશભાઈ રાણાનું સ્વાગત કોમ્પ્યુટર વિભાગના વડાશ્રી હાર્દિકભાઈ કાછિયા દ્વારા તેમજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાંથી પધારેલા પોલીસ કર્મચારીશ્રીઓનું સ્વાગત સુપરવાઇઝર શ્રી કિરણભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. 
     ત્યારબાદ રેલીનું પ્રસ્થાન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂશન ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના વિધાર્થીઓના વિભાગ પ્રમાણે જુદાં જુદાં ટેબ્લો, વેશભૂષા, ગાંધીજી, તાત્યા તોપે, રાણી લક્ષ્મીબાઈ જેવાં પાત્રો અને અલગ અલગ થીમ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતા. આ રેલી ઉમરેઠ નગરમાં સૌપ્રથમ ધી જયુબિલી ઈન્સ્ટિટ્યૂશનથી શરૂ કરી ,ચોકસી બજાર - પંચવટી - દલાલપોળ - કોર્ટ રોડ - સુંદલબજાર - પથ્થરવાળી પોળ - સ્વામિનારાયણ મંદિર થઈ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ કરવામાં આવી હતી. 
     આ પૂર્ણાહુતિ પ્રસંગે બ્રહ્માકુમારી જાગૃતિબેને પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનને 125 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. આ પૂર્ણાહુતિ પ્રસંગમાં મુખ્ય મહેમાનોમાં નગરપાલિકાના આગેવાનોમાં શ્રી સંજયભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઇ પટેલ , શ્રી અંકેશભાઈ કાછિયા તેમજ અન્ય સભ્યશ્રીઓ તથા સંસ્થાના તમામ કર્મચારીઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં બ્ર.કુ. જાગૃતિબેનનું સ્વાગત ધી ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂશનના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન દ્વારા , શ્રી સંજયભાઈનું સ્વાગત શ્રી દક્ષેશભાઈ પટેલ દ્વારા, શ્રી ઈશ્વરભાઇનું સ્વાગત શ્રી હિરેનભાઈ દ્વારા , શ્રી અંકેશભાઈ કાછીયાનું સ્વાગત શ્રી હાર્દિકભાઈ કાછીયા દ્વારા કરવામાં આવ્યું હતું. 
     કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઉમરેઠ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને તેમજ સમગ્ર સ્ટાફને પ્રસાદી રૂપે અમૂલ દૂધ આપવામાં આવ્યું હતું. તેમજ જ્યુબિલી સંસ્થા દ્વારા તમામને બિસ્કીટસનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આજની આ રેલીએ જોરદાર આકર્ષણ જમાવ્યું હતું. આ રેલીએ જયુબિલીની યશ કલગીમાં આજે એક નવું પીછું ઉમેર્યું છે.
     આ રેલીના ખાસ આકર્ષણમાં રેલીને મોખરે રહેલી પ્રાથમિક વિભાગની બાલિકા લક્ષ્મીબાઈ બનીને અસલ ઘોડા પર ઘોડેસવારી કરીને આખી રેલીમાં ફરી હતી. આ ઉપરાંત શક્તિ કંગન સ્ટોરના માલિક શ્રી વિજયભાઈ ભટ્ટ સાહેબે એમના સ્ટોર આગળથી પસાર થયેલી સમગ્ર રેલી ઉપર ગુલાબની પાંખડીઓના અભિષેકથી સ્વાગત - શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત પ્રજાપિતા ઈશ્વરીય વિધ્યાલયમાં બ્રહ્માકુમારી તરીકે કાર્યરત જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની બે બેનો બ્ર. કુ. અર્પિતાબેન અને બ્ર.કુ. રૂપલબેને જ્યુબિલીએ આપેલાં સંસ્કારોની પૂરેલી સાબિતીથી સૌ વિધાર્થીઓ અભિભૂત થઈ ઊઠ્યાં હતાં. 
     રેલીને જોવાં લોકોના ટોળે ટોળાં ઉમટ્યાં હતાં. ઘણાં લોકોએ એનાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યાં હતાં.




























































































































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...