જીલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળામાં સહભાગીતા
તારીખ 7.12.23 થી તારીખ 9.12.23 સુધી GCERT, ગાંધીનગર, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી - આણંદ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને વિજ્ઞાન પરિષદ, ગુજરાત રાજ્ય પ્રેરિત આણંદ જીલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો ( ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2024 ) જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ ખાતે યોજાયો હતો. એમાં તાલુકા કક્ષાએ વિજેતા બનીને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની વિભાગ 1 - સ્વાસ્થ્ય અંતર્ગત "વૃક્ષ એક ઔષધ અનેક વિષય" પરની તાલુકા કક્ષાએ વિજેતા નીવડેલ કૃતિ સાથે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રી શિક્ષક સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બે વિધાર્થીઓ મન અને પ્રેમે ઉત્સાહ અને આશા સાથે ભાગ લીધો હતો.
આ પ્રદર્શનમાં કુલ 100 શાળાઓએ પોતાની કૃતિ સહિત ભાગ લીધો હતો. સંજોગોવસાત આ સ્પર્ધામાં શાળાની કૃતિ વિજેતા બની નહોતી. પણ શાળાને ભાગ લેવા બદલ બે પ્રમાણપત્રો, ટ્રોફી તેમજ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષકને પ્રશસ્તિ પત્ર, ભાગલેનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો અને એક ગીફ્ટ સેટ અર્પણ કરવામાં આવ્યાં હતાં. આમ આ પ્રદર્શનમાં શાળાની ભાગીદારી સંતોષકારક રહી હતી. ઉલ્લેખનીય છે કે આ કૃતિ એકદમ સરળ અને શૂન્ય ખર્ચે બનાવવામાં આવી હતી.
શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે આ કૃતિ બનાવનાર માર્ગદર્શક શિક્ષક સહિત બન્ને વિધાર્થીઓની ટીમનો આભાર માનતાં અભિનંદન આપ્યાં હતાં.

























Comments
Post a Comment