કોલેજમાં પ્રવેશ માટે જરૂરી...

 




🌈વર્ષ:2024-2025🌈
કોલેજ મા અભ્યાસ માટે


જે વિદ્યાર્થીઓ 12 ધોરણમાં ભણી રહ્યા ને બોર્ડ ની પરીક્ષા આપી છે ,કૉલેજમાં એડમીશન લેવાનું છે તે વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભરવું ફરજિયાત છે માટે તમારા ગ્રુપ ના માધ્યમ કે અન્ય કોઈ માધ્યમ થી માહિતગાર કરવા વિનંતી છે.

*✍️ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ  વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન ફોર્મ અંગે✍️*

*✔️વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ  કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.A./B.Com./B.B.A./B.Sc./ B C.A ) માટે એડમિશન માટે  નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) portal પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે*.

✔️ *ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો* 

🔹અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે

🔹અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે.

🔹અરજદાર પાસે 50 KB ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે

🔹સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે મહત્તમ 200 KB ના નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે.

✔️ધો.૧૨ માર્કશીટ

✔️શાળા છોડવાનું પ્રમાણપત્ર

✔️જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔️નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔️દિવ્યાંગ વિદ્યાર્થી માટે તે અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔️EWS પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔️ડોમિસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

 *✔️પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ :* તા.૧-૪-૨૦૨૪ થી

✔️ *વેબ સાઈટ :* gcas.gujgov.edu.in

✍️✍️✍️✍️✍️✍️✍️✍️


📌ધો.12 ની 2024ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ / વાલીઓ જોગ.

👉 હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ 

✔વર્ષ ૨૦૨૪-૨૫ માં ગુજરાત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ કોલેજના અભ્યાસક્રમો (જેવા કે B.A./B.Com./B.B.A./B.Sc./ B C.A ) માટે એડમિશન માટે નવા નિયમો મુજબ Gujarat Common Admission Services(GCAS) portal પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.

📌 નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. 

📌જેના માટે 1/4/24 થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે.

📌પ્રવેશ પ્રક્રિયા માટે 14/04/24 સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

📌વિદ્યાર્થીઓ ના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે શાળાની એકવાર અવશ્ય મુલાકાત લો.

-------------------------------------------------------‌-------------------

ધો 12 સાયન્સ. બી .એસ.સી. તમામ ગુજરાત ની B.Sc. કોલેજ નું એક માત્ર કોમન ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.

● નામ : વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન (HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.

● જન્મતારીખ : જન્મતારીખ 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.

● કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ), એસટી (અનુસૂચિત જનજાતિ), ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતિ

અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો :

1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.

2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.

3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.

4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.

5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.

6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

7. ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)

8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).

9. ભરેલા અરજી ફોર્મને વિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.

10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન

11. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.

12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.

13. મેરિટ લિસ્ટના આધારે, પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.

14. યુનિવર્સિટી/કૉલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે.

સંપુર્ણ પ્રવેશ પ્રક્રિયા 2024 માર્ગદર્શન ઉપર મુજબ છે..👆🏻👆🏻

✍ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન ફોર્મ અંગે✍

✔ ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો 

🔹અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે

🔹અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે.

🔹અરજદાર પાસે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે

🔹સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઇ ને આવવા.

✔ધો.૧૨ માર્કશીટ

✔શાળા છોડવાનું પ્રમાણપત્ર

✔જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔દિવ્યાંગ વિદ્યાર્થી માટે તે અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔EWS પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔ડોમિસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

✔પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. : તા.૧-૪-૨૦૨૪

                         ────⊱◈✿◈⊰────

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

આરોગ્યલક્ષી શિક્ષણ...

વર્ષ 2023-24 ના પ્રારંભે...