નમો લક્ષ્મી યોજના વિષે...
*નમો લક્ષ્મી યોજના* નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.
2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.
4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
•••2•••
નમો લક્ષ્મી યોજના (ફક્ત કન્યાઓ માટે)
• શાળા કક્ષાએ કરવાની થતી તૈયારી અંગેની વિગત
- શાળા કક્ષાએ ઉપરોક્ત યોજના સંદર્ભે વિદ્યાર્થીનીઓની માહિતી તૈયાર રાખવી. જેમાં વિદ્યાર્થીનીનો આધારકાર્ડ, વિદ્યાર્થીનીની માતાનો આધારકાર્ડ, વિદ્યાર્થીનીના પિતાની આવકનો દાખલો વગેરેની નકલ તથા જરૂરી આધાર મેળવવા.
- વિદ્યાર્થીનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલ પર કરવાની રહેશે.
- વિદ્યાર્થીનીની માતાનાં બેંક ખાતાની વિગત મેળવવી અને જો માતા હયાત ના હોય તો માતાના મરણના દાખલાની નકલ લેવી અને વિદ્યાર્થીનીના પોતાના બેંક ખાતાની વિગત મેળવવી.
• હાલ કયા ધોરણમાં અભ્યાસ કરતા હોવા જોઇએ ?
ધોરણ- ૮
• યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
જે વિદ્યાર્થીનીએ ધોરણ - ૧ થી ૮ માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય.
જે વિદ્યાર્થીનીએ ધોરણ - ૧ થી ૮ માં આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ મેળવી ખાનગી શાળામાં અભ્યાસ કરેલ હોય.
ઉપર સિવાયની વિદ્યાર્થીનીઓ કે જેના પિતાની વાર્ષિક આવક ૬ (છ) લાખ કે તેથી ઓછી હોય.
• કયા ધોરણમાં પ્રવેશ મળે ?
ધોરણ – ૯
• મળવાપાત્ર લાભ :
ધો-૯ અને ૧૦ માટે કુલ ૨૦,૦૦૦/- જે આ મુજબ આપવામાં આવશે બંને વર્ષે દર માસે ૧૦ (દસ) માસ સુધી ૫૦૦/- અને ધો-૧૦ પાસ થયા બાદ બાકીના ૧૦,૦૦૦/-
ધો- ૧૧ અને ૧૨ માટે કુલ ૩૦,૦૦૦/- જે આ મુજબ આપવામાં આવશે બંને વર્ષે દર માસે ૧૦ (દસ) માસ સુધી ૭૫૦/- અને ધો-૧૨ પાસ થયા બાદ બાકીના ૧૫૦૦૦/-
• સ્કોલરશીપ ક્યા માધ્યમથી મળશે ? અને તેની શરતો.
આ સ્કોલરશીપ વિદ્યાર્થીનીની માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. માતા હયાત ન હોય તે કિસ્સામાં જ વિદ્યાર્થીનીના એકાઉન્ટમાં સ્કોલરશીપ જમા થશે.
વર્ષ૦૨૩-૨૪ માં ધોરણ ૮ થી ૧૧ માં ભણતી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી આ સ્કોલરશીપ મળવાપાત્ર થશે.
જો સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીનીની હાજરી ૮૦% નહિ જળવાય તો સહાયતા બંધ કરી દેવામાં આવશે.
રિપીટર વિદ્યાર્થીનીના કેસમાં એક ધોરણ માટે એક જ વાર સ્કોલરશીપ મળવા પાત્ર થશે.
ધોરણ-૧૦ કે ૧૨ માં નાપાસ વિદ્યાર્થીનીની સ્કોલરશીપનો અંતિમ હપ્તો બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ જ જમા કરવામાં આવશે.
કોઈપણ કારણસર કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દેશે તો આગળની સહાય મળવા પાત્ર રહેશે નહિ તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.
વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઇ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.
•••૩•••
Comments
Post a Comment