નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિષે...
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના
• વિજ્ઞાન પ્રવાહની શળાઓએ શાળા કક્ષાએ કરવાની થતી તૈયારી અંગેની વિગત.
- શાળા કક્ષાએ ઉપરોક્ત યોજના સંદર્ભે વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવી. જેમાં વિદ્યાર્થીનો આધારકાર્ડ, વિદ્યાર્થીની માતાનો આધારકાર્ડ, આવકનો દાખલો વગેરેની નકલ તથા જરૂરી આધાર મેળવવા.
- વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલ પર કરવાની રહેશે.
- વિદ્યાર્થીની માતાનાં બેંક ખાતાની વિગત મેળવવી અને જો માતા હયાત ના હોય તો માતાના મરણના દાખલાની નકલ લેવી અને વિદ્યાર્થીના પોતાના બેંક ખાતાની વિગત મેળવવી.
• અભ્યાસ અને પ્રવેશની શાળા :
ધોરણ- ૧૦ બોર્ડ પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ. ( ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSHSEB) અથવા કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી શકે.)
• યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ -૯ અને ૧૦ માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ.
માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરન – ૯ અને ૧૦ પૈકી બન્ને કે કોઇ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ (છ) લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.
• કયા ધોરણમાં પ્રવેશ મળે ?
ધોરણ – ૧૧ વિજ્ઞાન પ્રવાહ
• મળવાપાત્ર લાભ :
આયોજના હેઠળ ધોરણ- ૧૧ અને ૧૨ ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.
ધો – ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- જે આ મુજબ આપવામાં આવશે. દર માસે ૧૦ (દસ) માસ સુધી ૧૦૦૦/- અને ધો – ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- જે આ મુજબ આપવામાં આવશે. દર માસે ૧૦ (દસ) માસ સુધી ૧૦૦૦/- અને ધો-૧૨ પાસ થયા બાદ બાકીના ૫,૦૦૦/- આપવામાં આવશે.
• સ્કોલરશીપ ક્યા માધ્યમથી મળશે ? અને તેની શરતો.
આ સ્કોલરશીપ વિદ્યાર્થીનીની માતાના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. માતા હયાત ન હોય તે કિસ્સામાં જ વિદ્યાર્થીનીના એકાઉન્ટમાં સ્કોલરશીપ જમા થશે.
વર્ષ૦૨૩-૨૪ માં ધોરણ ૮ થી ૧૧ માં ભણતી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી આ સ્કોલરશીપ મળવાપાત્ર થશે.
જો સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીનીની હાજરી ૮૦% નહિ જળવાય તો સહાયતા બંધ કરી દેવામાં આવશે.
રિપીટર વિદ્યાર્થીનીના કેસમાં એક ધોરણ માટે એક જ વાર સ્કોલરશીપ મળવા પાત્ર થશે.
ધોરણ-૧૦ કે ૧૨ માં નાપાસ વિદ્યાર્થીનીની સ્કોલરશીપનો અંતિમ હપ્તો બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ જ જમા કરવામાં આવશે.
કોઈપણ કારણસર કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દેશે તો આગળની સહાય મળવા પાત્ર રહેશે નહિ તથા વિદ્યાર્થીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.
વર્ષ – ૨૦૨૪-૨૫ ના રિપીટર વિદ્યાર્થીઓને પાત્રતાના આધારે જે તે ધોરણની સહાય મળવાપાત્ર રહેશે.
વિદ્યાર્થીને સરકારની અન્ય કોઇ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.
Comments
Post a Comment