75 માં વન મહોત્સવની ઉજવણી...

     આજરોજ તારીખ 30.8.2024, ઉમરેઠ ખાતે ધી જયુબિલી ઈન્સ્ટીટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) શાળામાં 75 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ઉમરેઠ તાલુકા વન વિભાગ કચેરી અને શાળાના એન.એસ.એસ.યુનિટ દ્વારા સંયુક્ત રીતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને આણંદ જિલ્લા શિક્ષણાધિકારી માનનીય શ્રીમતી કામિનીબેન ત્રિવેદી, ઉમરેઠ મામલતદાર શ્રી પારેખ સાહેબ, ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી શ્રી જિજ્ઞેશભાઈ પટણી સાહેબ, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ પટેલ, ગુજરાત ટીંબર એસોસિયેશન પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પરમાર સાહેબ, જીલ્લાશિક્ષણાધિકારી ઓફિસના કેળવણી નિરીક્ષક શ્રી મિતુલભાઈ ચૌહાણ, શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર, ટિમ્બર એસોસીએશનના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, શાળાનનો શિક્ષક ગણ, પત્રકાર મિત્રો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ઘટાદાર વૃક્ષોથી શોભતાં શાળાના મેદાનમાં બીજાં ત્રીસેક છોડનનું મહાનુભાવોના હાથે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ આ છોડના જતન અને ઉછેર માટે વન વિભાગ તરફથી ત્રીસેક જેટલાં ટ્રી ગાર્ડ ફોરેસ્ટ ઓફિસર દ્વારા શાળાના આચાર્યશ્રીને અર્પણ કરવામાં આવ્યાં હતાં. અંતમાં ઉપસ્થિત સૌને વિવિધ છોડ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોએ સહભાગી બનીને કર્યું હતું. જ્ઞાન સહાયક મિત્ર શ્રી ધૃવલભાઈએ ઉદઘોષક તરીકે સુંદર કામગીરી બજાવી હતી. 

મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર દ્વારા અને આભારવિધિ સુપરવાઈઝર શ્રી કિરણભાઈ આઈ.પટેલિયા દ્વારા કરવામાં આવી હતી.






































































































Comments

Popular posts from this blog

NSS ની એકદિવસીય શિબિર...

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM